સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
આ લેખમાળામાં આપણે આજે જે જમીન પર ઘર,ઓફીસ કે ફેકટરી બનાવવાની છે તેના પ્લોટની પસંદગી વિશે ચર્ચા કરીશું, હવે જો તમે કોઈ પ્લોટ ખરીદો છો અને કોઈ પણ પ્રકારનું બાંધકામ કરો છો તો તમારે વાસ્તુ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે પ્લોટએ બિલ્ડીંગનો આધાર છે જો તે વાસ્તુ દોષોથી ઘેરાયેલો હોય તો તેના પર બનેલી બિલ્ડીંગ માં પણ ચોકકસ વાસ્તુ દોષો રહેવાની શકયતા વધુ રહેશે.
- Advertisement -
પ્લોટની ખરીદી કરતી વખતે દિશાજ્ઞાન હોવું ખૂબજ જરૂરી છે. કેમકે હજુ પણ ઘણા સામાન્ય લોકોને કઈ દિશાનું તેમનું મકાન કે દુકાન છે તે સમજણ હોતી નથી.
તમારી મિલ્કત કઈ દિશાની છે તે સમજવા માટે ઘર કે દુકાનની અંદર પ્રવેશી તેના મધ્ય ભાગમાં ઉભા રહી રોડ કે દરવાજાની તરફ મુખ રાખી તમારે દિશા ચેક કરવાની છે. અંદર ઉભા રહી બહાર તમોને જે દિશા દેખાશે તે દિશાની તમારી મિલ્કત ગણાશે.
- Advertisement -
કમ્પાસ(હોકાયંત્ર) માં દિશા ચેક કરતી વખતે ખાસ ખ્યાલ રાખવો કે આજુ બાજુ માં કોઈ પણ મેટલની, ઈલેકટ્રોનીક કે મેગ્નેટીક વસ્તુઓ ના હોય નહિ તો કમ્પાસ(હોકાયંત્ર) ખોટી દિશા બતાવશે.
વાસ્તુ મુજબ ચોરસ પ્લોટની અંદર ઊર્જાની ગતિ સૌથી સારી હોય છે. આપણી સ્થાપત્ય કળામાં ચોરસ પ્લોટની અંદર ઉતમ પ્રકારના બાંધકામનો જોવા મળે છે.
પ્રાચીન સમયમાં ગોપુરમ શૈલીના મંદિરના બાંધકામો તથા પીરામીડના બાંધકામ પણ ચોરસ પ્રકારના પ્લોટમાં જ થયેલા જોવા મળે છે. લંબચોરસ પ્લોટ પર પણ બાંધકામ કરી શકાય પરત લંબાઈ તથા પહોળાઈ નું માપ 12 થી વધારે ના હોવું જોઈએ, એટલે કે 20 ફુટ જો પ્લોટની પહોળાઈ હોય તો 40 ફુટ જો પ્લોટની ઉંડાઈ હોવી જોઈએ.
વાસ્તુ મુજબ પ્લોટના લંબાઈ અને પહોળાઈના માપ
1:1 10×10
1:1.25 10×12.5
1:1.50 10×15
1:1.75 10×17.5
1:2 10 x20
જમીન એ ઊર્જાનો આધાર છે,
જે અન્ય ઊર્જાની અસરકારકતાને ઘણી રીતે પ્રભાવિત કરે છે
- વાસ્તુ મુજબ જો આપને ચોરસ આકાર નો પ્લોટ મળે છે તો તે વાસ્તુ મુજબ સૌથી શ્રેષ્ઠ છે. જો ચોરસ ના મળેતો લંબચોરસ પ્લોટ પણ લઈ શકાય પરંતુ લંબાઈ અને પહોળાઈ નો ગુણોતર જાળવવો ખૂબજ જરૂરી છે, ઘણીવાર આપણે પ્લોટકે દુકાનમાં લંબાઈ પહોળાઈ નો ખૂબજ અસામાન્ય માપ મળતા હોય છે, જેમકે 10 ફુટ ની દુકાનની પહોળાઈ છે અને 60 ફુટ ની ઉડાઈ છે જેમાં લંબાઈ પહોળાઈ નો રેશીયો 1:6 જેવો થાય છે જે વાસ્તુ મુજબ યોગ્ય નથી.
- જે પ્લોટ ને ચારેય બાજુ રસ્તો મળતો હોય એટલે કે પ્લોટની પૂર્વ, ઉત્તર,દક્ષિણ અને પશ્ચિમ ચારેય બાજ રસ્તો હોય અને પ્લોટ ચોરસ હોય એટલે કે લંબાઈ અને પહોળાઈ એક સરખા હોય તો તે વાસ્તુ મુજબ ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે.
જે પ્લોટ ને સામેથી રસ્તો આવતો હોય એટલેકે ઝ અને ઢ જંકશન પરનો પ્લોટ લેવાનું ટાળવું (રસ્તો તમારા પ્લોટ ને હિટ કરતો હોય )
- જો શકય હોય તો બંધ ીરી નો છેલ્લો પ્લોટ લેવાનું ટાળવું
- આજકાલ એવી પણ ભામક માન્યતા ચાલે છે કે બધા ગૌમુખી પ્લોટ ખૂબજ સારા પરંતુ ગૌમુખી પ્લોટ માં પણ ઈશાનખૂણો કપાતો હોય તો તે પ્લોટ વાસ્તુ મુજબ ખરીદવો નહિ.
- પ્લોટની ઉત્તર દિશા અને પૂર્વ દિશા તરફ ટેકરીઓ કે પર્વત હોય તો તેવા પ્લોટ ખરીદવા નહિ.
- જો પ્લોટના ઉતર,ઈશાન અને પૂર્વ દિશામાં પાણી નુ તળાવ હોય તો તે પ્લોટ સારો.
- બે ઊંચા અને મોટા બિલ્ડિંગ વચ્ચે નાનો પ્લોટ ઘર બનાવવા ન લેવો.
- પ્લોટ ખરીદતી વખતે તેની અંદર રહેલ જમીન નો ઢાળ પણ જોવો ખૂબજ જરૂરી છે.
- પ્લોટની અંદર જો દક્ષિણ કે પશ્ચિમ દિશાની દિશાની દિવાલ સીધી ના હોયતો નવી બાઉન્ડ્રી વોલ બનાવી તેને સીધી કરવી.
- ઘણી ખેતીવાડીની જમીન સ્વભાવિક પણે ચોરસ કે લંબ ચોરસ નથી હોતી આવી જગ્યા એ જો ફેકટરી બનાવવાની હોય તો જમીન બિન ખેતી કર્યા બાદ તેની બાઉન્ડ્રી વોલ સીધી બનાવવી.
- પ્લોટની બાઉન્ડ્રી વોલ વાંકાચુકી કે ત્રાંસી બનાવવી નહિ.
- કોઈ પણ ખુલ્લા પ્લોટની બાઉન્ડ્રી વોલ બનાવવાથી તેની અંદરનું એનર્જી ફીલ્ડ એકટીવ થઈ જાય છે.
- લંબચોરસ પ્લોટમાં જો પહોળાઈ વધારે હોય અને ઉડાઈ ઓછી હોય તો તેવા પ્લોટમાં કોર્મશીયલ પ્રવૃતિ સારી રહે
- લંબચોરસ પ્લોટની પહોળાઈ ઓછી અને ઉડાઈ વધારે હોય તો તેવા પ્લોટ રહેણાંક માટે સારા રહે.
- ગોળાકાર,અર્ધગોળાકાર તથા ખૂણા કપાયેલા પ્લોટ લેવાનું ટાળવું
- જે પ્લોટ નૈઋત્યખૂણા થી વધેલો હોય તેવો પ્લોટ ખરીદવો નહિ.
- જે પ્લોટ નો ઈશાન ખૂણો કપાયેલો હોય તેવો પ્લોટ ખરીદવો નહિ.
- જે પ્લોટનો અગ્નિખૂણો વધેલો હોય ત્યાં સ્ત્રીઓને લગતી સમસ્યાઓ તથા અકસ્માત થઈ શકે છે.