બસની મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડતાં હોવાનો વાલીઓનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજકોટના ટીઆરપી અંગિકાન્ડ બાદ રાજ્ય સરકાર સગલી જાગી હતી અને ઠેર ઠેર સ્કૂલ બસ, સીધાં કાર્ય અને ગેમિંગ ઝોન સહિત અનેક એકમોને તંત્ર દ્વારા નોટિસ ફટકારી ફાયર સેફ્ટી અંગેના પગલાં લીધા હતા પરંતુ તંત્રના ટેફા માત્ર એકાદ મહિના બાદ ફરીથી પહેલાની માફક ચાલવા લાગ્યું છે. જેમાં અગ્નીકાન્ડ સમયે સૌથી વધુ ધ્યાન આપવામાં આવેલ સ્કૂલ બસોમાં આર.ટી.ઓ દ્વારા બસની મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડતા સ્કૂલ બસ ધારકો પર કાર્યવાહી પણ કરી હતી. જે બાદ આજે બધુજ પહેલાની માફક લોમલોલ ચાલી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર ગામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલયની સ્કૂલ બસ પણ કઈક આ પ્રકારે જ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઓમ શાંતિ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા બાળકોને અપડાઉન માટે સ્કૂલ બસની સુવિધા છે પરંતુ સ્કૂલ બસમાં મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડી સવારના સમયે ગ્રામ્ય વિસ્તારોના રસ્તે આ સ્કૂલ બસમાં ચાલક દ્વારા પુર ઝડપી બસ ચલાવતા હોવાનો રૂટમાં આવતા ગ્રામજનો દ્વારા જણાવ્યું છે. સ્કૂલ બસમાં બાળકોને વધુ સંખ્યામાં બેસાડી તેઓને ઘરેથી સ્કૂલ અને અભ્યાસ પૂર્ણ થયે સ્કૂલથી ઘર તરફ લઈ જવામાં આવે છે.
- Advertisement -
આ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીના પિતા દ્વારા જણાવાયું હતું કે તેઓનું બાળક ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતું હતું ત્યારે ફરજિયાત સ્કૂલ બસમાં જ બાળકને અપડાઉન કરવાની ફરજ પડાતી હતી જ્યારે વાલી પોતાના બાળકને જાતે સ્કૂલે છોડવા માટે સ્કૂલના નિયમ વિરુદ્ધ હોવાનું સંચાલકો દ્વારા જણાવી ફરજિયાત વિદ્યાર્થીને સ્કૂલ બસમાં જ અપડાઉન કરવાનું જણાવ્યું હતું. જ્યારે સ્કૂલ બસમાં મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડતા હોવાથી વિદ્યાર્થીના પિતા દ્વારા અંતે એક વર્ષ બાદ પોતાના બાળકને અન્ય સ્કૂલમાં એડમિશન પણ આપવી દીધું છે ત્યારે અન્ય સામાન્ય લોકોને લાગુ પાડતાં આર.ટી.ઓના નિયમો ઓમ શાંતિ વિદ્યાલયની સ્કૂલ બસને લાગી પડયા નહિ હોય ? તેવો પ્રશ્ન પણ ઉચ્ચાર્યો હતો. ત્યારે પોતાની જાતને અભ્યાસ ક્રમે અવ્વલ ગણાવનારા સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોની જરા પણ ચિંતા કર્યા વગર સ્કૂલમાં મનફાવે એટલા વિદ્યાર્થીઓને બેસાડી અપડાઉન કરાવતા જો કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદાર કોણ ? તેવો સવાલ પણ અહી ઉદભવી રહ્યો છે.