અમેરિકન મીડિયાનો દાવો
કો-પાઇલટે ગભરાતાં અવાજે પૂછ્યું, સ્વિચ કેમ બંધ કરી?
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (ઠજઉં)એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. બોઇંગને બચાવવા અમેરિકા પાઇલટને જવાબદાર ઠેરવી રહ્યું હોવાનું મનાય છે. અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાઇલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી છે. ઠજઉંએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’
પ્રશ્ર્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ર્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટ ક્લાઈવ કુંદરને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું હતું. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (અઅઈંઇ), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ઉૠઈઅ), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
બોઈંગ કંપનીને બચાવવા પાઈલોટને જવાબદાર ઠેરવતું અમેરિકાનું વોલ સ્ટ્રીટ જર્નલ અખબાર
અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા બોઈંગ દુર્ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ અખબારે એક નવી થિયરી ઉભી કરી છે. અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે કોકપીટ રેર્કોડિંગથી જાણવા મળ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ’તમે ફ્યૂઅલ સ્વિચને ’કટઓફ’ કેમ કરી?’ પ્રશ્ર્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ર્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. જો કે, અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાઇલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી છે.