નરસિંહ મેહતા તળાવના બ્યુટિફિકેશનનું કામ મંથર ગતિએ
તળાવ ખાલી રહેશે તો આ વિસ્તારમાં પાણીના તળ 1500 ફૂટે પહોંચી જશે
- Advertisement -
ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તાર તળાવના પાણી ઉપર નિર્ભર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જુનાગઢ શહેરની મધ્યે આવેલ નરસિંહ મેહતાનું કામ ગોકળગતીથી ચાલે છે જેના લીધે છેલ્લા એક વર્ષથી તળાવમાં પાણી સંગ્રહ ન થતા તળાવ આસપાસના અનેક વિસ્તારોમાં તળના પાણી ઊંડા ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય છે ત્યારે કાપડ એસો.ના પ્રમુખે હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પદાધિકારીઓની અણ આવડતના લીધે નરસિંહ મહેતા સરોવરને આજે ક્રિકેટના મેદાન જેવુ બનાવી દીધેલ છે. જે બોર આધારિત પ્રજા છે તેમની ગંભીર પરિસ્થિતિ છે વણઝારી ચોક, તળાવ દરવાજા , જલારામ સોસાયટી, રાયજિનગર, ગિરિરાજ સોસાયટી, ઉમિયા સોસાયટી, શ્રીનાથ નગર, તળાવની સામે ઍકઝેટ રાજકિરણ ઍપાર્ટમેન્ટ, બંસી, અશોકનગર ઑ.જી.વિસ્તાર, હરિઑમ નગરની સંખ્યા બંધ સોસાયટી કે જે બોર આધારિત પાણી ઉપર નિઁભર છે તેવી ઢગલાબંધ સોસાયટીમા પાણી ડુકી ગયા છે હવે વરસાદ આવે અને શાસક પક્ષ દ્રારા નરસિંહ મહેતા સરોવરમા પાણી આવવા દયે તો જ સરવાણી આવશે. નરસિંહ મહેતા સરોવરની ઍકઝેટ સામેના ઍપાર્ટમેન્ટમા દુષ્કાળ સમયે વર્ષ 86-87મા પણ પાણી ગયેલ ન હતુ ત્યા આજે પાણી જતુ રહેલ છે
- Advertisement -
હજી વરસાદ ખેચાતા જુનાગઢ શહેરમા ગંભીર જળ કટોકટી સજાઈ શકે છે જુનાગઢની આજની પરિસ્થિતિ માટે જુનાગઢના લોકો જ જવાબદાર છે તેમ વિરોધપક્ષના ઍક નેતા કહે છે તેઑ ઍમ કહે છે કે પ્રજા અમને મત આપતી જ નથી તો શુ કામ તેમના પ્રશ્ર્ન ઉપર લડત કરીઍ અને સતાધારી પક્ષને ખબર છે. કે અમારા સિવાય કોઈ છે જ નહિ ઍટલે મનમાની કરે છે નરેન્દ્રભાઈ મોદિ દરિયામાં ટનલ ઍક વર્ષમા બનાવે છે જયારે જુનાગઢનુ નરસિંહ મહેતા સરોવરનુ બ્યુટીફિકેશન બે વર્ષ પણ પુરૂ થાતુ નથી જુનાગઢની પ્રજાને આજે માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ યાદ આવે છે પણ હવે શુ થાય ત્યારે ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાને વિનંતી છે કે પહેલા વરસાદથી જ નરસિંહ મહેતા સરોવરમા પાણીની આવક શરૂ કરે તો જ જુનાગઢની પ્રજા પીડામુકત બને તેમ કાપડ વેપારી એસો.ના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું છે.