જૂનાગઢ અસામાજીક તત્વોની બે ઘટના સામે આવી
ખેડૂત હિતરક્ષક સમિતી મેદાને
- Advertisement -
લોકોને સાથે રાખી અહિસક ગાંધીગીરી કરશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં થોડા સમયમાં અસામાજીક તત્વોની લોકોને માર મારી ધાક ધમકી આપવાની બે ઘટના સામે આવતા ખેડૂત હિતરક્ષક સમિતી મેદાનમાં આવી છે. ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિના અતુલભાઇ શેખડાએ જણાવ્યુ હતુ કે, જે રીતે જૂનાગઢની શાંતિ પ્રિય જનતાને અસામાજીક તત્વો દ્વારા ધાક ધમકી અને બળજબરીથી માલ પડાવવાની ઘટનાઓ બનતા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા લોકોને સાથે રાખી અહિંસક રીતે ગાંધીગીરી કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ કામધેનુ કૃષિ. યુનિ.ના વિદ્યાર્થી તબીબોને માર મારવાની ઘટના સામે આવી હતી. એજ રીતે માંગનાથ રોડ પરના વેપારીને ધાક ધમકી અને બળજબરી પૂર્વક કપડાનો માલ સામાન લઇને પરેશાન કરવાની ઘટના બનતા લોકોમાં રોર્ષ જોવા મળ્યો છે. ત્યારે માંગનાથ રોડ પરના વેપારીઓએ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે અને અવાર નવાર અસામાજીક તત્વો દ્વારા માંગનાથ રોડના વેપારીને પરેશાન કરી ધમકીઓ આપવામાં આવે છે.
આજ રીતે કૃષિ વેટરનરનરી વિદ્યાર્થીને દાતાર રોડ ઉપર કાર આડે નાંખીને માર મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાનાં પડઘા સમગ્ર શહેરમાં જોવા મળ્યા છે. ત્યારે ખેડુત હિતરક્ષક સમિતિ ભોગ બનનારની સાથે રહીને અહિંસક ગાંધીગીરી કરશે. વધુમાં અતુલભાઇએ જણાવ્યુ હતુ કે, જે લોકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યુ છે. તેના ઘરે જઇને સમજાવવામાં આવશે અને ફુલ અને મિઠાઇ આપવામાં આવશે. વેપારીઓ સાથે બેઠક કરી અને કૃષિના વેટરનરી તબીબો સાથે પણ બેઠક કરવામાં આવશે અને તમામ લોકોને સાથે રાખીને ગાંધીગીરી કરવામાં આવશે. જૂનાગઢની શાંતિ પ્રિય જનતાને ડોહળવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે. તેની સાથે ખેડૂત હિતરક્ષક સમિતી ઉભી રહેશે. તેમ અતુલભાઇએ જણાવ્યુ હતું.
- Advertisement -
નેતા ચૂંટણીમાં વ્યસ્ત, લુખ્ખાઓ દાદાગીરીમાં મસ્ત
જૂનાગઢમાં શાંત પ્રિય પ્રજાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારો ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એવા સમયે ખેડૂત હિતરક્ષક સમિતિ મેદાનમાં આવી છે અને ભોગ બનનાર લોકોને સાથે રાખી અહિંસક રીતે ગાંધીગીરી કરવામાં આવશે. તેમ અતુલભાઇ શેખડાએ જણાવ્યુ હતુ.
આ તો કેવી લાચારી !
જૂનાગઢના વેપારીઓની લુખ્ખા અને ગુન્ડાઓની દાદાગીરી સામે મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકીઓ ઉચ્ચારવી પડે છે. એક તરફ ચૂંટણીનો માહોલ છવાયો છે તેવા સમયે વેપારીઓને લુખ્ખી ધમકીઓ આપતા 500થી વધુ વેપારી તેના પરિવાર સાથે મતદાનનો બહિષ્કારની ચિમકી
લુખ્ખાઓ બેફામ, ખાખીનો ખોફ નથી
જૂનાગઢમાં અવાર નવાર છેલ્લા થોડા દિવસોમાં જે રીતે ઘટનાઓ સામે આવી તેની સામે લુખ્ખાઓને ખાખીનો કોઇ ડર ન હોય તેમ લુખ્ખાગીરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે લોએન ઓર્ડરની સ્થિતી ઉપર સવાલો ઉભા થયા છે. શું ? આ બનાવની ગંભીરતાને ઘ્યાનમાં લઇ પોલીસ લુખ્ખાઓને પાઠ ભણાવશે ?