તાલાલા ટુરિસ્ટ વિસ્તારને અસામાજિક બદી વિસ્તાર બનતો અટકાવવા પ્રજાએ સહભાગી બનવા અપીલ
તાલાલામાં જાહેર સ્થળો CCTV કેમેરા લગાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
તાલાલા પોલીસ સ્ટેશન ગીર સોમનાથ જિલ્લાનું સૌથી શાંત પોલીસ સ્ટેશન છે.તાલાલા પંથકની સુખ-શાંતિ પ્રજા અને પોલીસની મિત્રને આભારી છે જે કાયમી જાળવી રાખવા જાગૃતતા રાખવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ અપીલ કરી હતી.
તાલાલા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે જિલ્લા પોલીસ વડા તથા ડી.વાય.એસ.પી વી.આર ખેંગારની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.પોલીસ સ્ટેશન ની કામગીરી થી લોકદરબારમાં ઉપસ્થિત અગ્રણીઓને અવગત કરતા એસ.પી.એ જણાવ્યું હતું કે તાલાલા વિસ્તારમાં ક્રાઈમ રેટ ઓછો થયો છે.આ માટે પોલીસની સાથે પ્રજા પણ અભિનંદનના અધિકારી છે.તાલાલા વિસ્તાર હોટલ,રિસોર્ટ અને ફાર્મ હાઉસો થી ધમધમે છે.આ વિસ્તાર ટુરિસ્ટ વિસ્તાર છે.આ વિસ્તારમાં અસામાજિક બદી પ્રસરે નહીં માટે તાલાલા પોલીસ,એલ.સી.બી અને એસ.ઓ.જી સક્રિય ક્રમશ:કામગીરી કરી રહી છે.આ વિસ્તારને અસામાજિક બદી વિસ્તાર બનતો અટકાવવા પોલીસ નું નેટવર્ક કામગીરી કરે છે પણ પ્રવાસન વિસ્તાર મોટો હોય પોલીસ નું નેટવર્ક ઘણી વખત ટૂંકું પડે છે માટે પ્રજા પણ નેટવર્ક ગોઠવી પોલીસને ઉપયોગી બનવા જાગૃત બનવું જરૂૂરી છે.
- Advertisement -
એસ.પી.એ ઉમેર્યું હતું કે તાલાલા વિસ્તારના રહેઠાણ અને વ્યવસાય સ્થાનો સી.સી.ટીવી કેમેરા થી સજ્જ છે જેમાં વધારો કરી તમારા રહેણાંક અને વ્યવસાય સ્થાનોની આગળ પણ એક સી.સી.ટીવી કેમેરો લગાવો..આ સવલતથી આ વિસ્તારમાં ગુનાખોરી પ્રવૃત્તિ અટકશે.જે કાંઈ બનશે તે ડીટેઇન કરવા પોલીસને ખૂબ જ ઉપયોગી બનશે.શેરી મહોલ્લા અને જાહેર સ્થળો ઉપર લોક ભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા લગાવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા શરૂૂ થયેલ અભિયાનમાં સૌ સહભાગી બનવા અપીલ કરી હતી.આ લોકદરબાર નું સંચાલન તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી એ કર્યું હતું.આ કાર્યક્રમમાં તાલાલા નગરના અગ્રણીઓ તથા વેપારી મંડળ તથા વિવિધ સમાજના પદાધીકારીઓ,વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહી પોલીસ કામગીરી ને લગતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.
આંકોલવાડી ગીર ચોકડી ઉપર પોલીસ ચેકપોસ્ટ જરૂરી
આંકોલવાડી ગીર ગામની ચોકડી પાસે પોલીસ ચોકી ખૂબ જ જરૂૂરી છે.આ માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે પરંતુ જગ્યાના અભાવે પોલીસ ચેકપોસ્ટ ની કામગીરી આગળ ધપતી નથી.પોલીસ ચેક પોસ્ટ માટે જરૂૂરી જગ્યા મળી રહે માટે આંકોલવાડી ગીર વિસ્તારના અગ્રણીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તાલુકાના અગત્યના આ પ્રશ્ર્ન માટે સૌએ સહકાર આપવા એસ.પી.એ અનુરોધ કર્યો હતો.
માધુપુર ગીર ચોકડી પાસે ચેકપોસ્ટ માટે પંચાયતે ઠરાવ કરી આપ્યો
માધુપુર ગીર ગામની ચોકડી પાસે પણ પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવી અનિવાર્ય હોય આ માટે ગ્રામ પંચાયતે જગ્યા સાથે પોલીસ ચેકપોસ્ટ શરૂૂ કરવા માંગણી કરી છે.ગામના સરપંચ વિમલભાઈ વાડોદરિયા એ પોલીસ ચેક પોસ્ટ માટેની જરૂૂરી જગ્યા સાથે ગ્રામ પંચાયતે કરેલ કાર્યવાહીની વિગતો એસ.પી.ને જણાવી હતી.માધુપુર ગીર ગામે વહેલાસર પોલીસ ચેક પોસ્ટ કાર્યરત થાય માટે પોલીસ દ્વારા ઝડપી અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા એસ.પી.એ ખાત્રી આપી હતી.



