ઘાસચારો અને પાણીની વ્યવસ્થાનો પણ અભાવ કાદવ- કિચડમાં અનેક ગાયો અને વાછરડા ફસાયા
ગૌશાળા કાદવ-કીચડ અને ગૌમૂત્રથી ભરાઈ ગયુ: ગાયોને બેસવા કે ઊભા રહેવા માટે પણ સ્વચ્છ જગ્યા નથી મળી રહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા ગામની તુલસી ગૌશાળાની હાલત દયનીય બની ગઈ છે. આ ગૌશાળામાં ઘાસચારાની અછત થઈ છે. ગાયોની સારસંભાળ રાખનાર કોઈ નથી. ઉમા આશિષ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તુલસી ગૌશાળામાં વરસાદ શરૂ થયો ત્યારથી કાદવ-કીચડ અને ગૌમૂત્રથી ભરાઈ ગઈ છે, જેના કારણે ગાયોને બેસવા કે ઊભા રહેવા માટે પણ સ્વચ્છ જગ્યા નથી મળી રહી. અહીં ગાયોને બેસવા માટે યોગ્ય જગ્યા નથી, પીવા માટે સ્વચ્છ પાણી નથી અને ઊભું રહેવા માટે પણ જગ્યા નથી. સદંતર એટલી હદે ખરાબ હાલત છે કે તેની કોઈ સીમા નથી. એક પણ ગાય સારી રીતે બેસી શકે તેવી પરિસ્થિતિ નથી. નાના વાછરડાઓના પગ પણ કાદવમાં ડૂબેલા છે. રાજ્ય સરકાર દ્વારા ગૌશાળામાં નિભાવ ખર્ચ અપાય છે પરંતુ તેનો ઉપયોગ નથી રહ્યો. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવામાં આવે છે.