ખાસ-ખબર ન્યૂઝ સાણથલી
સાણથલી ગામના ભાદર નદી કાંઠાના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દીપડો દેખાવા અંગેની આ વિસ્તારના ખેતીવાડી ના રહેતા લોકો તેમજ અન્ય પશુપાલકો દ્વારા જાણકારી હોય તે અંગેની જસદણ ફોરેસ્ટ વિભાગમાં પ્રતિપાલસિંહ ચુડાસમા નેજાણ કરતા બે દિવસે સતત ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને આજે અત્યારે દીપડા ને પાંજરામાં કેદ કરી લેવામાં આવેલ છે ખેડુતો અને લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો ચાર દીવસથી દીપડો આંટા ફેરા કરતો હતો ખેડુતો નાં માલઠોર નું રક્ષણ કરવું કે હાલમાં શિયાળું પાક નું વાવેતર કરેલ હોય પાણી પાવા જવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે લોકો એ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતાં તતાકાલી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું દીપડો પાંજરે પુરાયો હતો જેથી લોકોએ રાહત અનુભવી હતી.



