રાજકોટ શિક્ષણ સમિતિમાં સપ્ટેમ્બરમાં RTI થઈ અને ડિસેમ્બરમાં શાસનાધિકારી કિરીટ હરિ પરમારે કહ્યું, ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી માહિતી ન આપી!
હકીકતમાં ચૂંટણી કામગીરી નવેમ્બરમાં શરૂ થઈ હતી, પણ જો RTIમાં સાચી અને સમયસર માહિતી આપે તો પંડિત, પરમાર, સાદદિયા ફસાઈ જાય તેમ છે
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ મળીને કરેલા વિવિધ કૌભાંડોની પોલ RTIમાં ખુલી શકે તેમ છે. પ્રથમ નજરે સ્પષ્ટ આ કૌભાંડો પરથી પૂરેપૂરો પડદો ઉચકવા કરવામાં આવેલી વિવિધ RTIમાં પંડિત અને પરમાર ચાલકીપૂર્વક છટકબારી શોધી રહ્યા છે તો કેટલીક છઝઈંની માહિતી આપવાનું જ ટાળી રહ્યા છે. ભ્રષ્ટ અને જુઠ્ઠા રાજકોટ શિક્ષણ સમિતિના સત્તાધીશો ગમે તેટલા ધમપછાડા કરે પણ સત્ય છાપરે ચઢી કહી રહ્યું છે કે, રાજકોટ શિક્ષણ સમિતિમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે.
રાજકોટ શિક્ષણ સમિતિમાં 22/9/2022ના રોજ કરવામાં આવેલી એક RTIની માહિતી આપતા અતુલ પંડિત અને કિરીટ પરમાર સહિત દિનેશ સદાદિયા ફસાતા હોવાનું જણાતા તેઓએ RTIની માહિતી આપવાનું ટાળ્યું હતું, જ્યારે એક મહિના બાદ આ છઝઈંની પ્રથમ અપીલ કરવામાં આવી હતી ત્યારે RTIની માહિતી આપવા માટે જવાબદાર શાસનાધિકારી કિરીટ પરમારે એવું જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી કામગીરી વ્યસ્ત હોવાથી માહિતી આપી શક્યા નહતા. હકીકતમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલી RTI સમયે કોઈ જ ચૂંટણી કામગીરીમાં શાસનાધિકારી કિરીટ પરમાર રોકાયેલા નહતા. ફક્ત પોતાના સહિત ચેરમેન અતુલ પંડિત અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાનો બચાવ કરવા તેમણે માહિતી આપી નહતી.
શિક્ષણ સમિતિમાં થયેલી વિવિધ RTIની પ્રથમ અપીલમાં પણ ઉખઈ આશિષકુમાર સમક્ષ શાસનાધિકારી કિરીટ પરમારે માત્રને માત્ર અસત્ય જ ઉચ્ચાર્યું છે, ઉડાવ ઉત્તરો જ આપ્યા છે. જોકે ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારની ચાલાકી લાંબી ચાલે તેમ નથી કારણ કે, ગુજરાતના એક પ્રખ્યાત ધારાશાસ્ત્રીએ શિક્ષણ સમિતિમાં થયેલી વિવિધ RTIની આપેલી અધૂરી-અસ્પષ્ટ માહિતી મામલે અરજદાર વતી માહિતી આયોગમાં બીજી અપીલમાં સૂકાન સંભાળવાનું નક્કી કર્યું છે. શિક્ષણ સમિતિના કૌભાંડો સ્પષ્ટ ઉજાગર થવામાં, સમગ્ર મામલાનું સત્ય બહાર આવવામાં હવે વધુ સમય રહ્યો નથી.
- Advertisement -
RTIની પ્રથમ અપીલમાં DMC આશિષકુમાર સમક્ષ અસત્ય ઉચ્ચારતાં અને ઉડાઉ જવાબ આપતાં શાસનાધિકારી કિરીટ પરમાર
અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની ચાલાકી લાંબી નહીં ચાલે, બીજી અપીલમાં માહિતી આયોગમાં હાજર થવું પડશે
DMC આશિષકુમાર શાસનાધિકારી પરમારને છાવરી રહ્યા છે?
રાજકોટ શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી વિવિધ આરટીઆઈની માહિતી આપવાની જવાબદારી શાસનાધિકારી કિરીટ પરમારની છે, જો કિરીટ પરમાર માહિતી ન આપે તો તે અંગે ઘટતું કરવાની જવાબદારી ડીએમસી આશિષકુમારની છે પરંતુ આ બંને અધિકારીઓ ગોળગોળ વાતો કરીને એકબીજા પર ખો આપી રહ્યા છે. સરકારી સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચી રહ્યા છે. કિરીટ પરમાર માહિતી ન આપે તો પણ તેમની પર કોઈ જ પગલાં આશિષકુમાર લઈ રહ્યા નથી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ચેરમેન અતુલ પંડિતના કહેવા પર ડીએમસી આશિષકુમાર શાસનાધિકારી કિરીટ પરમારને છાવરી રહ્યા છે. જો ડીએમસી આશિષકુમાર તટસ્થ હોય તો શાસનાધિકારી કિરીટ પરમાર પર કેમ કોઈ પગલાં લેતા નથી તે સવાલ ઉઠી રહ્યો છે.
કિરીટ હરિ પરમાર એટલે વહીવટી અણઆવડતનો ઉત્કૃષ્ટ નમૂનો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવી રહેલા કિરીટ હરિ પરમાર અગાઉ પણ જ્યાં-જ્યાં ફરજ પર હતા ત્યાં-ત્યાં તેમણે પોતાની વહીવહીવટી અણઆવડતનો પરિચય આપ્યો છે. ઉપરી અધિકારીઓ દ્વારા તેમની પર ભૂતકાળમાં અનેક વખત વહીવટી અણઆવડત અંગે જવાબ માંગવામાં આવ્યા હતા. પોતે કરેલી કામગીરીની તેઓ ક્યારેય સ્પષ્ટ-સચોટ માહિતી આપી શકતા નથી કેમ કે, સત્ય કહેવા જતા તેમના અને તેમના સાથીદારોના ભ્રષ્ટાચાર ઉઘાડા પડી શકે. આ જ કારણોસર હાલમાં કિરીટ હરિ પરમાર રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલી કેટલીક આરટીઆઈની માહિતી આપવાનું ટાળી રહ્યા છે. જો રાજકોટ શિક્ષણ સમિતિને બચાવવી હશે તો કિરીટ હરિ પરમાર જેવા વહીવટી અણઆવડત ધરાવતા અધિકારીને તાત્કાલિક દૂર કરવા પડશે એવું શિક્ષણ વિભાગનાં જ કેટલાક સભ્યો કહી રહ્યા છે.
અતુલ પંડિતના કારણે વાઘાણી શિક્ષણમંત્રી અને દર્શિતા શાહ મંત્રી બની શક્યા નહીં?
એવું કહેવાય છે કે, રાજકોટ શિક્ષણ સમિતિના વિવાદાસ્પદ ચેરમેન અતુલ પંડિત ભાજપ મોવડીમંડળની પગચંપી કરી, સંઘને સીડી બનાવીને પદ મેળવી ધોમ પૈસા બનાવે છે. શિક્ષણ સમિતિના ચેરમેન બની તેમણે અઢળક ગોટાળા અને લખલૂંટ ખર્ચા કર્યા છે. એક ચર્ચા મુજબ રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો છેક ગાંધીનગર સુધી ગાજ્યા હોવાથી નવી સરકારમાં જીત વાઘાણી પાસેથી શિક્ષણ મંત્રાલય લઈ લેવામાં આવ્યું છે. એટલું જ નહીં, વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ ભાજપ ઉમેદવાર દર્શિતા શાહના વોર્ડ નંબર.2ની કામગીરી સંભાળનાર અતુલ પંડિતના કારણે જ દર્શિતા શાહને પોતાના વોર્ડમાં અન્ય વોર્ડની સરખામણીએ સૌથી ઓછી લીડ મળી હતી. કિરીટ પાઠક સાથે મળીને અતુલ પંડિત જ્યાં હોય છે ચાલાકીપૂર્વક પોતાનાઓની ઘોર ખોદી નાખવામાં માહેર હોય તેમના કારણે જ જીતુ વાઘાણી બીજીવાર શિક્ષણમંત્રી અને દર્શિતા શાહ પ્રથમવાર મંત્રી બની શક્યા નથી.
નવા શિક્ષણમંત્રી ડીંડોર સમક્ષ સૌથી મોટો પડકાર: રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડ
ભૂતપૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ ભેગા મળી ગણવેશ, સ્કૂલ સ્ટેશનરી, રમતગમતના સાધનોની ખરીદી, સરકારી શાળા ખાનગી ટ્રસ્ટને દત્તક દેવાની વગેરે કૌભાંડો છાવરવા ભારે પડ્યા છે. તેમનું શિક્ષણ મંત્રીનું પદ છીનવાઈ ગયું છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી વિવિધ મીડિયાથી લઈ વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકોટ શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચાર અંગે સવાલ ઉઠાવી રહી હતી, જીત વાઘાણીએ તપાસની ખાલી ખોટી વાતો જ કરી હતી ત્યારે હવે નવા બનેલા શિક્ષણમંત્રી કુબેર ડીંડોર સામે સૌથી મોટો પડકાર રહેશે કે તેઓ રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડોની તપાસ કરાવીને પોતાના જ પક્ષના ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરશે કે કેમ?