માણસનાં તો નસીબ હોય જ છે પણ પેઇન્ટિંગ્સના પણ નસીબ હોય છે એવું આજે જોવા મળ્યું. ઇટલીમાં 1962માં ભંગારમાંથી મળેલું પેઇન્ટિંગ મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોનું છે અને અત્યારે એની કિંમત પંચાવન કરોડ રુપિયા છે અને 62 વર્ર્ષે ખબર પડી.
ઇટલીના પોમ્પેઇના ભંગાર લે-વેચનું કામ કરતા વેપારી લુઇગી લો રોસોને 1962માં કેપ્રીના એક ઘરના ભોંયરામાંથી આ ચિત્ર મળ્યું હતું. પત્નીને એ ચિત્ર સહેજ પણ નહોતું ગમતું પણ મુળ ભંગારના વેપારી હતા એટલે તેણે એ પેઇન્ટિંગ ઘરમાં ટિંગાડી રાખ્યું.
- Advertisement -
વર્ષો પછી તેના દીકરા લો રોસોએ એન્ડ્રિયામાં આર્ટ હિસ્ટરી ભણ્યો અને તે આ ચિત્રને ઓળખી ગયો અને પિકાસોની સિગ્નેચર પણ ઓળખી ગયો. વેપારીએ ત્યાંના જાણીતા આર્ટ ક્યુરેટર મોરિઝિયો સેરાસિનીનો સંપર્ક કર્યો અને અર્કાડિયા ફાઉન્ડેશનની વૈજ્ઞાનિક સમિતિના સભ્ય ગ્રાફોલોજિસ્ટ સિંઝિયા અલ્ટિએરીએ સર્ટિફીકેટ આપી દીધું કે આ ચિત્ર અને સહી પિકાસોનાં જ છે.