ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ઔદ્યોગીક ઉત્પાદનની ગતિ માર્ચમાં નરમ પડી ગઈ હતી. વર્ષભર પહેલાના મુકાબલે 4.9 ટકાનો જ ગ્રોથ થઈ શકયો હતો. મિનીસ્ટ્રી ઓફ ઈન્ડેકસ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઈઆઈપી) ગ્રોથ ફેબ્રુઆરીમાં 5.6 ટકા હતો. માઈનીંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ક્ધસ્ટ્રકશન ગુડસ સેગમેન્ટસની ગ્રોથ ઓછી થવાની અસર ઓવર ઓલ ડેટા પર જોવા મળી.
- Advertisement -
જો કે માર્ચમાં ક્ધઝયુમર ગુડસ, ઈલેકટ્રીસીટી અને મેન્યુફેકચરીંગે બહેતર દેખાવ કર્યો હતો અને પુરા નાણાકીય વર્ષ 2024 માટે આઈઆઈપી ગ્રોથ વર્ષભર પહેલાની તુલનામાં 5.8 ટકા હતો.
સ્ટેટેસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેન્શને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માર્ચમાં ઔદ્યોગીક ઉત્પાદન 4.9 ટકા વધ્યું હતું. માર્ચ 2023માં ગ્રોથ 1.9 ટકા હતો. માર્ચમાં માઈનીંગમાં 1.2 ટકા ગ્રોથ જ થઈ શકયો હતો. વર્ષ પહેલા તેમાં 6.8 ટકાનો વધારો હતો. ઈન્ફ્રા-ક્ધસ્ટ્રકશન ગુડસનો ગ્રોથ 6.9 ટકા રહેલો, જે વર્ષ પહેલા 7.2 ટકા હતો. કેપીટલ ગુડસ સેગમેન્ટ વર્ષ પહેલાના 10 ટકાની તુલનામાં 6.9 ટકા ગ્રોથ નોંધાયો હતો.બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સબનબીસે જણાવ્યું હતું કે, ગ્રોથ મોટા ક્ષેત્રમાં થયો છે. આ પોઝીટીવ સંકેત છે. મેન્યુફેકચરીંગ માર્ચમાં 52 ટકા અને પુરા વર્ષમાં 5.5 ટકા વધ્યો.
આ સેગમેન્ટમાં સ્ટેબિલીટી જોવા મળી રહી છે. ક્ધઝયુમર ગુડ સેગમેન્ટમાં ગત વર્ષના નેગેટિવ ગ્રોથની તુલનામાં રિવાઈવલ થયો છે.મતલબ એ છે કે વર્ષના અંતમાં ક્ધઝયુમ્શનમાં તેની આવી શરૂ થઈ ગઈ. રવી સીઝનમાં સારા ખેતી પાકની આશા અને લગ્ન ગાળાની સીઝનમાં જોતા એપ્રિલ અને મેમાં ક્ધઝયુમ્શન (વપરાશ) સારો રહેવો જોઈએ. રેટીંગ એજન્સી આઈસીઆરએના ચીફ ઈકોનોમીસ્ટ અદીતી નાયરે જણાવ્યું હતું કે માર્ચમાં આઈઆઈપી ગ્રોથ અનુમાન અનુસાર રહ્યો હતો. ઈકરાએ 4.5 ટકા અનુમાન આપ્યુ હતું.