જોશીપુરા ઓવરબ્રીજ ડિઝાઇન મામલે કમિશનરની સ્થળ મુલાકાત, બ્રીજ બે વર્ષમાં બની જશે
આતો એક ફાટકની સમસ્યા હલ થશે બાકીના ફટકોની સમસ્યા ક્યારે ઉકેલાશે ?
સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરતા જુદા જુદા મંતવ્યો
ઓવરબ્રીજનો વિરોધ નથી ડિઝાઇન સામેનો વિરોધ છે – વેપારીઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ શહેર રેલવે ફાટકોથી ઘેરાયેલ શહેર જોવા મળે છે.જેમાં દેલવાડા મીટર ગેઈજ લાઈન શહેરની મધ્યમાંથી પસાર થઇ રહી છે તેમાં 7 જેટલા ફાટક આવે છે.જેના લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ વધી છે. જયારે સોમનાથ રેલવે બ્રોડગેજ લાઈન પર જોશીપુરા અને બસ સ્ટેન્ડ પાસે બે ફાટકો આવેલા છે.ત્યારે આતો માત્ર એક જોશીપુરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનશે ત્યારે હજુ અન્ય ફાટકો પર ક્યારે ઓવરબ્રીજ અથવા શહેર ફાટક લેશ ક્યારે બનશે તેના તો હજુ ઠેકાણા નથી શહેરીજનો વર્ષોથી શહેરને ફાટક લેશ કરવાની માંગ કરી રહ્યા છે.આતો માત્ર એક ઓવરબ્રીજની ડિઝાઇનમાં ફેરફાર થતા મામલો ગરમાયો છે.જોશીપુરા રેલવે ફાટક પર પહેલા એચ આકારની ડિઝાઇન સાથે ઓવરબ્રિજનું નિર્માણ થવાનું હતું જોકે સમય અંતરે આ ડિઝાઇનમાં ફેરફાર કરીને એસ આકારની ડિઝાઇન સાથે ઓવરબ્રીજનું કામ થશે તેવું સામે આવતા સામાજિક આગેવાનો અને વેપારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
જેમાં વેપારી ભાઈઓનું કેહવું છે કે, અમારો વિરોધ ઓવરબ્રિજ સામે નથી પણ જે રીતે ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે.તેની સામે વિરોધ છે.આ જે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં શહેરનો મુખ્ય હેરિટેઝ માર્ગની હાલત ગંભીર થશે અને રોડ સાંકડો બની જવાથી વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થશે ત્યારે જે પેહલા ઓવરબ્રિજની ડિઝાઇન હતી એજ રીતે બ્રિજ બનાવની માંગ સાથે વેપારીભાઈઓ વિરોધ કરી રહ્યાં છે.ત્યારે માંડ માંડ એક ફાટક માંથી મુક્તિ મળવાની છે.એવા સમયે શહેર ફાટક લેશના સપનાને ગ્રહણ જોવા મળી રહ્યું છે.
જોશીપુરા ઓવરબ્રીજ મુદ્દે વેપારી ભાઈઓએ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયાને રૂબરૂ મળીને ઓવરબ્રિજની ડિઝાઇન ફેરફાર મામલે રજૂઆત કરી હતી અને હાલ જે ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજનું નિર્માણ થશે તેનાથી ગાંધીચોક થી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ સાંકડો બની જશે તેની સાથે જે પીલરો ઉભા થશે તેનાથી પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે ત્યારે આ બાબતે સાંસદ અને ધારાસભ્યએ વેપારીને સાંભળીને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી અને ઓવરબ્રિજ મામલે મનપા તંત્ર અને ધારાસભ્યના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.જોકે હવે ઓવરબ્રિજ મામલે પણ રાજકારણ ગરમાયુ છે.
- Advertisement -
જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ ચેરમેનનું ઓવરબ્રિજ મામલે નિવેદન
જૂનાગઢ જોશીપુરા ઓવરબ્રિજ મામલે મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જોશીપુરા ઓવરબ્રિજની ડિઝાઇન એસ આકારની છે અને તે ડિઝાઇન બરાબર છે.હાલ ઓવરબ્રિજની ડિઝાઇન પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને ટૂંક સમયમાં કામગીરી શરુ કરવામાં આવશે અને બે વર્ષમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું એટલે હવે જે ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.તેજ મુજબ ઓવરબ્રિજ બનશે તેમાં કોઈ ફેરફાર નહિ થાય તેવા સંકેત આપ્યા છે.