વર્ષ 2020માં 90 દિવસમાં જૂનાગઢ મનપાને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાનો આદેશ થયો હતો
રાજ્ય માહિતી આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો: ભ્રષ્ટાચાર રોકવામાં નિરસતા
- Advertisement -
કોર્પોરેશન બન્યાને 20 વર્ષ પૂર્ણ થયા છતાં ડિજિટલ બનાવવામાં ઘોર ઉદાસીનતા
ખાસ-ખબર સંવાદદાતા
ચાલુ મહિનામાં જ જૂનાગઢ મહાનગર પાલીકા બન્યાને 20 વર્ષ પૂર્ણ થયા છે.પરંતુ હજુ કોર્પોરેશનને ડીજિટલ બનાવવામાં ઘોર ઉદાસીનતા સેવાઇ રહી છે.મનપામાં થતા સંભવીત ભ્રષ્ટાચારને રોકવામાં તંત્ર નિરસતા દાખવી રહ્યું છે. રાજયનાં માહિતી આયોગે નવેમ્બર 2020માં 90 દિવસમાં કોમ્પ્યુટરાઇઝ કરવાનો હુકમ કર્યો હતો.પરંતુ આદેશને પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ઘોળીની પી ગયા છે. આ આદેશનો પણ ઉલાળ્યો કર્યો છે. જૂનાગઢ મહાનગર પાલીકાનાં ડીજિટલ બનાવવાનાં 6 કરોડનાં આઇટીનાં પ્રોજેકટને ગ્રહણ લગાડવામાં આવ્યું છે. મનપાનાં કેટલાક નેતાની આ પ્રોજેકટ ઉપર નજર હોય આગળ વધવા દેતા નથી. પોતાનાં માનીતાને પ્રોજેકટ સોંપી દેવા માંગે છે.પરંતુ તેની દાળ ગળતી નથી. આઇટી પ્રોજેકટનાં કેન્દ્ર સરકારનાં જીઆરનાં કારણે આ નેતાઓને બાધા આવી રહી છે. જેના કારણે માત્ર જૂનાગઢ મહાનગર પાલીકા જ ડીજિટલ બની શકી નથી. એટલું જ નહી સરકારની નિયુકત નોડલ એજન્સીનાં નિયમને પણ માનવા તૈયાર નથી. ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકાને કોમ્પ્યુટરાઇઝ કરવાનાં પ્રકારણમાં નવો ખુલ્લાસો સામે આવ્યો છે. જૂનાગઢનાં તુષાર સોજીત્રાએ વર્ષ 2020માં રજુઆત કરી હતી અને મનપાને કોમ્પ્યુટરાઇઝ કરવા માંગ કરી હતી. જેના પગલે નવેમ્બર 2020માં રાજય માહિતી આયોગ દ્વારા મનપાને હુકમ કરવામાં આવ્યો હતો અને 90 દિવસમાં આરટીઆઇનાં કાયદા હેઠળ અપડેટ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ આજ દિવસ સુધી ભાંગીને બે કટકા કરવામાં આવ્યાં નથી. જૂનાગઢ મહાનગર પાલીકાને ડીજિટલ બનાવવામાં ઘોર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. એટલું જ નહી ભ્રષ્ટાચારને રોકવામાં નિરસતા સેવાતી હોય તેવું લોકો માની રહ્યાં છે. આઇટીનો 6 કરોડનો પ્રોજેટક માનીતી એજન્સીને આપવો તેને લઇ કામ અટકી પડ્યું છે. આઇટીનાં કેન્દ્ર સરકારનાં જીઆર મુજબ તે શકય બનતું નથી. આ પ્રકરણમાં મનપાનાં ઉચ્ચધિકારીઓ હાથ નાખવા તૈયાર થતા નથી. કારણે કે કાલસવારે કોઇ પ્રશ્ર્ન બને તો તેના ગળામાં ગળીયો આવી શકે તેમ છે. એટલે કેન્દ્ર સરકારનાં જીઆરની બહાર અધિકારીઓ કામ કરવા માંગતા નથી. પરંતુ રાજકીય દબાણ પણ સહન કરી શકતા નથી. પરિણામે સરકારની નિયુકત નોડલ એજન્સી પાસે વચ્ચેનો માર્ગ અપનાવા કહી રહ્યાં છે. પરંતુ નોડલ એજન્સી પણ તેમા તૈયાર નથી. પરિણામે હાલ તો મનપાને ડીજિલટ બનાવવાનું અટકી પડયું છે.
નોડલ એજન્સી સાથે અન્ય એજન્સી રાખવાની ભલામણ
આ પ્રોજેકટને આગળ વધારવા માટે એક એવી પણ માહિતી મળી છે કે, સરકારની નિયુક્ત નોડલ એજન્સીને મેનેજમેન્ટ ક્ધસલટન્ટ તરીકે નિમવામાં આવી છે. આ પ્રોજેકટમાં ભલામણ વાળી એજન્સીને ભાગીદારીમાં રાખવાની ભલામણ કરાઇ છે. કેન્દ્ર સરકારનાં જીઆર મુજબ કોઇ પણ આઇટીનાં પ્રોજેકટમાં ભાગીદારીથી કામ આપી શકાતું નથી.છતા પણ અન્ય એજન્સીને સાથે રાખવાની ભલામણ કરવામાં આવી છે.
- Advertisement -
ડિજિટલ બનાવવા અંગેનું ટેન્ડર બહાર કેમ પડતું નથી?
જૂનાગઢ મહાનગર પાલીકાને ડીજિટલ બનાવવા માટે તંત્રએ ટેન્ડર પાડવું જોઇએ. રાજય અને રાજય બહારની તમામ એજન્સીઓ કામ કરવા માંગતી હશે તે આવશે અને ટેન્ડર ભરશે. જેમાંથી યોગ્ય લાગે તેને કામ સોંપી દેવું જોઇએ. પરંતુ કોઇ એક એજન્સી માટે કામ અટકાવી રાખવુ યોગ્ય નથી.તેવી પણ ચર્ચા ઉઠી છે.