બલદેવપરીના ઇનોવેશનની પસંદગી ચોથી વખત રાજ્ય લેવલે થઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષકનું ઇનોવેશન ઓનલાઇન ક્વિઝ ક્યુઆર કોડ અને કવિઝીઝ દ્વારા મૂલ્યાંકનમાં રાજ્ય લેવલે સિલેક્ટ થયું જેમાં શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો અને પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવે છે આ ફેસ્ટિવલ દ્વારા શિક્ષણમાં નાવીન્ય સભર નૂતન વિચારો અને નવતર પ્રયોગોને તાલુકા લેવલ થી જિલ્લા ,ઝોન અને રાજ્ય લેવલ સુધી ફેસ્ટિલનું આયોજન કરીને પહોંચાડવામાં આવે છે જેમાં આ વખતે કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક બલદેવપરીની ચોથી વખત રાજ્ય લેવલે પસંદગી થઈ છે જે જુનાગઢ જિલ્લામાંથી માત્ર એક કૃતિ સિલેક્ટ થયેલી છે આ શિક્ષક બે બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે આ શિક્ષક નવીનીકરણ કરવામાં માહિર છે જેણે આ ઇનોવેશન ફેરમાં એવા પ્રકારની કવિઝો નિર્માણ કરી શકે જેનું યુટ્યુબ લાઈવ હોય એ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તેમાંથી જે ઓનલાઇન ક્વિઝ રમી અને કોઈપણ જગ્યાએ બેઠેલા બાળક છે એ તરત જ પોતાના આન્સર સબમીટ કરે અને પરિણામ તેની સામે આવે આ વાતને સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષણ અને પરિણામો સાથે જો જોડવામાં આવે તો પરિણામ માત્ર દસ જ મિનિટમાં સમગ્ર સ્પર્ધકો સામે મૂકી શકાય. આવી ઇનોવેટિવ ઓનલાઇન ક્વિઝ ઇનોવેશન આ શિક્ષકનું સિલેક્ટ થયેલું છે આગામી સમયમાં કચ્છ ભુજ ખાતે રાજ્ય લેવલના ઇનોવેશનમાં રજૂ કરશે.