કાર્તિક મહેતા
જળ ને મળ હોય નહિ એવી જૂની કહેતી (કહેવત) છે એટલે કુમ્ભ મેળામાં લાખો કરોડો લોકો એક જ સ્થળે એકઠા થઈને સ્નાન કરે છે.સ્નાન તો ઠીક, ભારતમાં વર્ષોથી વાવ, કુવા, નદી અને વીરડાનું પાણી પીવાના ઉપયોગમાં લેવાતું આવ્યું છે. એટલે હમણાં સુધી કોઈને વિટામિન ડી 3 કે વિટામિન બી 12 ની ખામી આવી હોય એવું બનતું નહોતું. નદી, કુવા વાવ કે વીરડાના પાણીમાં ફટકડી ફેરવીને એની ધૂળ જેવી સામાન્ય અશુદ્ધિઓ ને દૂર કરવામાં આવતી અથવા તો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવાના વપરાશમાં લેવામાં આવતું. પરંતુ ઉદ્યોગીકરણ શરૂ થતા શહેરોમાં પાણીના સ્ત્રોત ભ્રષ્ટ થયા, પ્રદુષીત થયા. પાણીમાં ઔદ્યોગિક કચરો અને ભારે ધાતુઓ ભળવાથી પાણીની શુદ્ધતાના પ્રશ્નો ઉભા થયા. લગભગ 1959માં અમેરિકા વસેલા ભારતીય મૂળના વિજ્ઞાની સૂરિરાજને આર ઓ પ્યુરીફિકેશન સિસ્ટમની શોધ કરી. આ પ્યુરિફાયર એકદમ ઘરગથ્થુ પ્રકારનું હતું. આથી ધીમે ધીમે લોકોમાં પ્રચલિત થવા લાગ્યું. આજે ભારતમાં આર ઓ પ્યુરિફાયરનો ધન્ધો લગભગ દોઢ અબજ રૂપિયા આસપાસનો છે અને તે વધતો જાય છે. મૃત્યુ સમયે ગંગા કે યમુનાનું પાણી પીને દેહ મુકવા વાળા ભારતીયો એટલા શુદ્ધતાવાદી થઇ ગયા છે કે મહારાષ્ટ્ર્ના ઘાટ કે સૌરાષ્ટ્રના નાઘેર જેવા પાણીથી ભરપૂર વિસ્તારમાં પણ ઠેર ઠેર આર ઓ પ્લાન્ટ લાગેલા દેખાય છે. (જેની એમને ખરેખર જરુર જ નથી એટલું સારું પાણી એમને નેચરલી મળે છે.) આર ઓ પ્લાન્ટ્સ પ્રચલિત થવાનું કારણ કિડનીની પથરી પણ છે. કિડનીની પથરીનું કારણ ભારે પાણી માનવામાં આવે છે (જે સાવ સાચું નથી) , આ ભારે પાણીના કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષાર દૂર કરવા માટે આર ઓ સહુથી કિફાયતી રસ્તો છે આથી પથરીના દર્દીઓ આર ઓ અપનાવે છે. અમુકે વળી પઠરીથી આગોતરા જામીન લેવા માટે પહેલેથી આર ઓ વસાવીને રાખેલા છે.
- Advertisement -
પરંતુ થાય એવું છે કે આ આર ઓ પ્યુરિફાયર પાણીને કૈક વધારે જ ચોખ્ખું કરી નાખે છે.(જેને એડજસ્ત કરી શકાય છે પણ આપણી પ્રજાને શુદ્ધતાની અને ચોખ્ખાઈ તેલ અને પાણીમાં શોધે છે , રસ્તા અને ગલીઓ ભલે ગંદી ગોબરી હોય) ઈજઈંછ-ગઊઊછઈં (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ એન્વાયરોન્મેન્ટલ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ) ના એક અહેવાલ અનુસાર એમણે દેશના ચાર હાજર સ્થળે થી પાણીના સેમ્પલ લીધા હતા જેમાં પાણીનો ટીડીએસ માંડ 25 થી 50 મિલિગ્રામ જેટલો જ જોવા મળ્યો જે પીવાલાયક પાણી ગણી શકાય નહિ કેમકે એમાંથી તમામ આવશ્યક ધાતુઓ ફિલ્ટર થઇ ગઈ છે. આવું પાણી આરોગ્ય માટે અતિશય જોખમી છે. આ કેટલું જોખમી છે એના પણ આંકડા અને માહિતી છે. 2029માં એન જી ટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભારત સરકારને એક જાહેરનામું બહાર પાડવા નિર્દેશ કરેલો જેમાં આર ઓ થી શુદ્ધ થયેલ પાણીમાં ટી ડી એસ 500 થી ઓછો ના હોવો જોઈએ એવી સ્પષ્ટ હિદાયત હતી. આ હિદાયત એન જી ટી એ એક એક્સપર્ટ કમિટીના અભ્યાસ અને સલાહને આધારે આપેલી હતી. આ કમિટીએ સ્પષ્ટ પણે કહેલું કે 500 મિગ્રા/ લીટર કરતા ઓછા ટિડી એસ વાળા પાણીને આર ઓ થી શુદ્ધ કરવાની જરૂર જ નથી. અને આર ઓ થી શુદ્ધ થયેલા પાણીના ટી ડી એસ કમસે કમ 150મીગ્રા/લીટર હોવા જોઈએ એનાથી ઓછા ટી ડી એસ વાળા પાણીમાં માણસના શરીર માટે આવશ્યક મિનરલ પૂરતા પ્રમાણમાં નથી હોતા. પરંતુ માર્ચ 2022માં સુપ્રીમ કોર્ટે એન જી ટી ના આ ઓર્ડર ઉપર સ્ટે મૂક્યો. નવેમ્બર 2023માં ભારતના પર્યાવરણ મંત્રાલયે પાણીના પ્યોરિફીકેશન અંગે એક માર્ગદર્શિકા(ગાઇડલાઈન) બહાર પાડી પરંતુ આ ગાઇડલાઈનમાં પાણીના મીનીમમ ટીડી એસ ની વાતને અવગણવામાં આવેલી. આ બાબતે ઑગસ્ટ 2023માં વડોદરાની મેડિકલ કોલેજના સંશોધકો દ્વારા એક રિસર્ચ પેપર પબ્લિશ થયો હતો. આ પેપરમાં એમણે વડોદરાના 2600 નાગરિકોનો સર્વે કરીને લોકોના સાંધાના દુ:ખાવા અને અતિ શુદ્ધ પાણી વચ્ચે પાકો સંબંધ છે એવું સાબિત કરેલું. એક બીજી પત્રિકામાં પ્રકાશિત થયેલ રિસર્ચ (જે પણ વડોદરામાં થયેલી)માં દર્શાવવામાં આવેલું કે વધુ પડતાં શુદ્ધ થયેલા પાણી અને લોકોમાં જોવા મળતી મિનરલ્સની ખામી વચ્ચે પણ પાકો સંબંધ છે. આવા અભ્યાસ વિદેશમાં વરસો થી થયા છે. એમાં પણ સ્પષ્ટ તારણ આવે છે કે વધુ પડતા શુદ્ધ પાણીનું સેવન અનેક સમસ્યાને જનમ આપે છે. 2017માં (વિશ્વ આરોગ્ય સંગઠન) દ્વારા પાણીનો ટી ડી એસ 600 થી 1000 મીગ્રા/લીટર હોવો જરૂરી છે. અમેરિકા અને કેનેડા માં 500થી 600 મીગ્રા/લિટરને સ્ટાન્ડર્ડ સ્વીકારવામાં આવે છે.
શું છેT.D.S.?
પાણીમાં ઓગળેલા દ્રવ્યો ને ઝ.ઉ.જ. (ટોટલ ડીઝોલ્ડ સોલીડ્સ) થી માપવામાં આવે છે. અત્યંત ઓછા ટીડી એસ વાળા પાણીને પ્રયોગશાળા અથવા બેટરીમાં વાપરવામાં આવે છે. પરંતુ કદી પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. કેમકે તે અતિ હાનિકારક હોય છે. પાણીના તળ નીચા ગયા હોવાથી પાણી ખારું કે મોળું આવે છે . આથી જેમને ગ્રાઉન્ડ વોટર પીવાના વપરાશમાં લેવું પડે એમણે આર ઓ પણ વસાવવું જ પડે છે.
તો આનો ઉપાય?
વેલ, આર ઓ ના મશીનથી નીકળતા પાણી નો ટી ડી એસ નિયંત્રિત કરી શકાય છે. હા કંપનીઓ જે મિનરલ કાર્ટ્રીજ આપે છે એ કેટલી પ્રભાવક છે એની સ્પષ્ટ માહિતી નથી પણ જો આર ઓ મશીનના ટી ડી એસ ને એડજસ્ટ કરવામાં આવે તો પાણી પીવાલાયક બને છે ખરું. ગંગાજી કે યમુનાજી કે હિમાચલના કોઈ પર્વત થી સ્વયંભૂ વહેતા ઝરણાના પાણી જેવું મીઠું ને ગુણકારી તો નહિ હોય પણ અતિ શુદ્ધ પાણી જેવું હાનિકારક પણ નહિ હોય. જોકે શુદ્ધ પીવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવાની જવાબદારી કોર્પોરેશન કે પંચાયતોની છે. પણ જ્યાં ગંગાજી કે યમુનાજી પણ પ્રદૂષિત હોય ત્યાં વધુ આશા શું રાખવી?