શહેર-જિલ્લામાં 150થી 200 વર્ષનું આયુષ્ય ધરાવતા અડધો ડઝન વૃક્ષો
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્મારકોનું ઘર ઉપરાંત ’વડનું ઉદર’ નામથી જાણીતા વડોદરા શહેરમાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલ આશરે 955 વર્ષ જુના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે.
વડોદરા શહેરથી આશરે 15 કિલોમીટર દુર ગણપતપૂરા ગામમાં મૂળ વિદેશનું બાઓબાબ વૃક્ષ મૂળ આફ્રિકામાં જોવા મળતું વૃક્ષ છે. ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વન વિભાગ દ્વારા ’હેરિટેજ વૃક્ષ’ તરીકે વર્ષ-2014માં સૂચિત કરવામાં આવ્યું છે. ઊંધું વૃક્ષ તરીકે ઓળખાતા આ બાઓબાબ વૃક્ષ લાંબા સમય સુધી જીવતા પાનખર વૃક્ષો છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનેં અને 2450 વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે.
ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં હજારથી પણ વધુ વૃક્ષો જોવા મળે છે. બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખુબજ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે. ગણપતપુરા ગામમાં પ્રકૃતિની વચ્ચોવચ આવેલ મહાવૃક્ષનો ઘેરાવો લગભગ 90 ફૂટનો છે. તેમાં લગભગ 50 હજાર લીટર પાણી સંગ્રહિત ક્ષમતા છે. અને આ વૃક્ષના મૂળ આજુ બાજુના ગામ સુધી પ્રસરેલા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં 150-200 વર્ષનું આયુષ્ય ધરાવતા આશરે 6 વૃક્ષો છે. આ વૃક્ષો માત્ર એક પ્રાકૃતિક સ્મારક જ નથી, પરંતુ પાણીના સંગ્રહથી લઈને જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભો પૂરા પાડે છે.