જીલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મોરબી ખાતે નિમાયેલા ઓબ્ઝર્વરોએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાએ જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિક કાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોની દ્રષ્ટિએ જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત સ્વીપ પ્રવૃત્તિઓ સહિત દ્વારા મતદાનની ટકાવારી વધારવાનું આયોજન, MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓની વિગતવાર માહિતી, MCC ભંગની ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C-VIGIL અને DCC માં આવેલ કોલ અને ફરિયાદોના નિરાકરણ બાબતે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
- Advertisement -
આ બેઠકમાં ઓબ્ઝર્વરોએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવીને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલિસ વડા, નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, હળવદ પ્રાંત અધિકારી અને તમામ નોડલ અધિકારીઓ સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.