બ્રિટનના ગાર્ડિયન અખબારના માલિકે પુષ્ટિ કરી કે, તેમણે વિશ્વનું સૌથી જૂનું સંડે અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ ટોર્ટોઈઝ મીડીયાને વેચી દીધું છે. ગાર્ડિયન મીડિયા ગ્રુપની માલિકી ધરાવતા સ્કોટ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટોર્ટોઈઝ મીડિયા રોકડ અને શેરના સંયોજન દ્વારા ધ ઓબ્ઝર્વરને ખરીદી રહ્યું છે.
જો કે, આ ડીલની રકમ જાહેર કરાઈ નથી. ધ ઓબ્ઝર્વરની સ્થાપના 1791માં કરવામાં આવી હતી અને 1993માં ગાર્ડિયન મીડિયા ગ્રુપનો ભાગ બન્યું હતું. વર્ષ 2019માં લંડન ટાઈમ્સના ભૂતપૂર્વ એડિટર અને બીબીસીના ન્યુઝ ડાયરેકટર જેમ્સ હાર્ડિંગ અને લંડનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત મેથ્યુ બાર્ઝુન દ્વારા ટોર્ટોઈઝને લોન્ચ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ડીલના ભાગ રૂપે ટોર્ટોઈઝે ગાર્ડિયન મીડીયા ગ્રુપ સાથે પાંચ વર્ષના કોમર્શિયલ એગ્રીમેન્ટ પર સંમતિ આપી છે, જે તેને પ્રિન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ તેમજ ગાર્ડિયન દ્વારા માર્કેટીંગ બંને માટે ચૂકવણી કરશે. સ્કોટ ટ્રસ્ટ ટોર્ટોઈઝ મીડિયામાં 9 ટકા હિસ્સો પણ લશે અને 25 મિલિયન પાઉન્ડના રોકાણના ભાગરૂપે ટોર્ટોઈઝ મીડિયામાં 5 મિલિયન પાઉન્ડ (યુએસડી 6.3 મિલિયન)નું કમીટમેન્ટ આપશે.