સ્ટ્રેસયુક્ત જીવનને તણાવમુક્ત કરે છે ‘સરગમ’નાં રંગબેરંગી કાર્યક્રમો
ગુણવંત ડેલાવાળાની આગેવાનીમાં ‘ટીમ સરગમ’ દાયકાઓથી રાજકોટવાસીઓનાં જીવનમાં ‘સરગમ’ લહેરાવી રહી છે…
- Advertisement -
ભાવી કાર્યક્રમોની વિગતો આપતા ગુણવંતભાઈ ડેલાવાળા
સરગમ પરિવારમાં જોડાવાની છેલ્લી તક
જેન્ટ્સ કલબની વાર્ષિક સાધારણ સભા યોજાશે
ઈવનીંગ પોસ્ટના સભ્યો માટે હસાયરાનો કાર્યક્રમ
બહેનો માટે સમર ટ્રેનીંગ ક્લાસીસ
- Advertisement -
બાળકો માટે વોટર પાર્કની પીકનીક અને ફિલ્મ શો
કલબના સભ્યો માટે યુરોપનો પ્રવાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિક્ષણ, તબીબી, સંસ્કૃતિક અને મનોરંજન સહિતના ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા સરગમ કલબના નવા વર્ષના સભ્યની નોંધણીમાં ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને હજુ કોઈ સરગમ પરિવારમાં જોડાવા ઈચ્છતા હોય તો તેઓ જોડાઈ શકે છે તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, આ વખતે 13 હજારથી વધુ સભ્યો નોંધાઈ ગયા છે અને હજુ નવા સભ્યો બની રહ્યા છે. તેમણે જેન્ટ્સ કલબની વાર્ષિક સાધારણ સભા, લેડીઝ કલબ, કપલ કલબ, જેન્ટ્સ કલબ અને સિનિયર સિટીઝન કલબના સભ્યો માટે નાટ્ય શો, બહેનો માટે સમર ટ્રેઈનીંગ ક્લાસ, બાળકો માટે વોટર પાર્કની પિકનીક અને ફિલ્મ શો તથા ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે યુરોપના પ્રવાસ સહિતના કાર્યક્રમોની જાહેરાત પણ કરી છે.
ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 13 હજારથી વધુ સભ્યો નોંધાઈ ગયા છે અને હજુ ફોર્મ ભરાઈ રહ્યા છે. કોઈ જુના સભ્યો પોતાનું સભ્ય પદ રીન્યુ કરાવવાનું ભૂલી ગયા હોય કે નવા સભ્યોને પરિવારમાં જોડાવું હોય તો સરગમ કલબની જાગનાથ મહાદેવ મંદિર ચોકમાં આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. સરગમ પરિવારમાં ટોકન ફી લઈને વર્ષ દરમિયાન સરેરાશ 10 શ્રેષ્ઠ કાર્યક્રમો આપવામાં આવે છે.
જેમના ફોર્મ ભરાઈ ગયા છે તેમને તા. 18 એપ્રિલ આસપાસ કુરિયરથી આઇકાર્ડ અને સર્ક્યુલર મળી જશે. જો કોઈને ન મળે તો સરગમ કલબની ઓફિસનો સંપર્ક કરવો.
તેમણે કહ્યું છે કે, એપ્રિલ માસમાં કાર્યક્રમ યોજાઈ ગયા પછી મે માસમાં કોઈ કાર્યક્રમ નહી યોજાય. જુન માસમાં તમામ સભ્યો માટે જાદુગર મંગલનો શો યોજાશે. સરગમ જેન્ટ્સ કલબની વાર્ષિક સાધારણ સભા આગામી તા. 13/4/25 ને રવિવારે સાંજે 7/00 વાગ્યે હેમુ ગઢવી હોલમાં યોજાશે અને તેમા ભાવી કાર્યક્રમો તથા હિસાબ-કિતાબને બહાલી આપવામાં આવશે.
લેડીઝ કલબ, કપલ કલબ, જેન્ટ્સ કલબ અને સિનીયર સિટીઝન કલબના સભ્યો માટે નાટ્ય શો
સરગમ કલબ દ્વારા અનેકવિધ કાર્યક્રમોની જાહેરાત: સભ્યોને આખું વર્ષ મોજેમોજ થઈ જશે
નાટ્ય શો : સરગમ પરિવારના સભ્યો માટે કમલેશભાઈ ઓઝા દિગ્દર્શિત અને અભિનીત મુંબઈના શ્રેષ્ઠ નાટક જીજ્ઞેશભાઈ જોરદારનો શો રાખવામાં આવ્યો છે.
સરગમ સિનિયર સિટીઝન કલબના સભ્ય સંખ્યા નંબર 1 થી 1350 માટે આ નાટક તા. 20/4/25 ને રવિવાર સાંજે 5/30 વાગ્યે રાખવામાં આવ્યો છે.
સરગમ લેડીઝ કલબના સભ્ય નંબર 1 થી 1000 માટે આ નાટક તા. 19/4/25 ને શનિવાર રોજ બપોરે 3/30 વાગ્યે અને સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 21/4/25 ને સોમવાર રોજ બપોરે 3/30 વાગ્યે યોજાશે.
સરગમ કપલ કલબના સભ્ય સંખ્યા નંબર 1 થી 1000 માટે આ નાટક તા. 19/4/25 ને શનિવાર રાત્રે 10/00 વાગ્યે યોજાશે. આ જ રીતે સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 20/4/25ને રવિવાર રોજ રાત્રે 10/00 વાગ્યે, સભ્ય નંબર 2001 થી 3000 માટે તા. 21/4/25ને સોમવાર રોજ રાત્રે 10/00 વાગ્યે અને સભ્ય નંબર 3001 થી 4000 માટે તા. 22/4/25 ને મંગળવાર રોજ રાત્રે 10/00 વાગ્યે યોજાશે.
સરગમ જેન્ટ્સ કલબના સભ્યો માટે તા. 20/04/25 ને રવિવાર ના રોજ સવારે 10/00 થી 12/30 સુધી હેમુગઢવી નાટ્યગૃહમાં હસાયરાનો કાર્યક્રમ યોજાશે. કલાકારો સાંઈરામભાઈ દવે, ગુણવંતભાઈ ચુડાસમા તેમજ સાથે કલાકારો સભ્ય માટે અને આમંત્રિતો / અધિકારીઓએ અને ડોનર માટે નાટકનો શો તા. 23/4/25 ને બુધવારે રાત્રે 10/00 વાગ્યે રાખવામાં આવ્યો છે.
હસાયરો : સરગમ સિનિયર સિટીઝન ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે તા. 20/4/25 ને રવિવારે સવારે 10 થી 12/30 દરમ્યાન હસાયરો રાખવમાં આવ્યો છે. આ હસાયરામાં સાંઈરામ દવે અને ગુણવંત ચુડાસમા હાસ્ય રસ પીરસશે. આ કાર્યક્રમ માં આઈકાર્ડ ફરજીયાત સાથે રખવાનું રહેશે. જેને નવા વર્ષની ફી ભરેલ હોય તેને જ પ્રવેશ મળશે.
બાળકો માટે પીકનીક અને ફિલ્મ શો : સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ક્રિષ્ના વોટર પાર્કની પીકનીક રાખવામાં આવી છે. પહેલા 1000 બાળકો માટે આ પિકનીક તા. 2/5/25 ને શુક્રવારે સવારે 7-45 થી 11/00 વચ્ચે રાખવામાં આવી છે. બીજા 1000 બાળકો માટે તા. 3/5/25 ને શનિવારે આ પીકનીક આ જ સમયે રાખવામાં આવી છે. સવારે 7/45 વાગ્યે હેમુ ગઢવી હોલથી બસ રવાના થશે અને 11/00 વાગ્યે પરત ફરશે. આ પીકનીકમાં આવવા ઈચ્છતા હોય તે બાળકોને 150 રૂપિયા ભરીને પ્રવેશ પાસ મેળવી લેવાના રહેશે. આ પ્રવેશ પાસ સરગમ કલબની ઓફીસ, જાગનાથ મંદિર ચોકમાંથી મેળવી શકાશે. આ પાસ વગર પીકનીકમાં પ્રવેશ નહીં મળે. ગેસ્ટ ને કોઈપણ ને પ્રવેશ નહી મળે.
ચિલ્ડ્રન કલબના સભ્યો માટે વિનામૂલ્યે ફિલ્મ શો રાખવામાં આવ્યો છે. સભ્ય નંબર 1 થી 1200 માટે આ ફિલ્મ શો તા. 4/5/25ને રવિવારે સવારે 9/00 થી 11/30 વચ્ચે અને સભ્ય નંબર 1201 થી 2450 માટે આ ફિલ્મ શો તા. 5/5/25 ને સોમવારે સવારે 9/00 થી 11/30 વચ્ચે રાખવામાં આવ્યો છે.
ચિલ્ડ્રન કલબના સભ્યો માટે મે માસમાં હેમુ ગઢવી હોલમાં જાદુનો શો પણ રાખવામાં આવ્યો છે. જેની વિગતવાર માહિતી સર્ક્યુલર મારફત જાણ કરવામાં આવશે.
સમર ટ્રેઈનીંગ ક્લાસ : સરગમ લેડીઝ કલબના ઉપક્રમે રાજકોટની કોઈ પણ બહેનો માટે આગામી. તા. 5/5/25 થી 15/5/25 એમ 11 દિવસ માટે કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક પાસે સાંજે 5 થી 7 વચ્ચે સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસમાં બહેનોને ટોકન ચાર્જ થી 16 જેટલા વિષયોની તાલીમ આપવામાં આવશે. આ માટેના ફોર્મ તા. 3/5/25 સુધીમાં ભરીને પરત કરવાના રહેશે. આ માટેના ફોર્મ સરગમ કલબના તમામ વિભાગમાં ઉપલબ્ધ છે.
યુરોપનો પ્રવાસ : સરગમ કલબ અને બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંયુક્ત ઉપક્રમે સભ્યો માટે તા. 29 મે થી 10 જુન સુધી 12 રાત્રી અને 13 દિવસના યુરોપ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી અમદાવાદ સુધીના આ પ્રવાસ દરમિયાન 9 દેશ અને 18 શહેરોની મુલાકાત લેવામાં આવશે. વધુ વિગત માટે બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં સંપર્ક કરી શકાય છે.
સેવાનો સિનેમાસ્કોપ : ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું સરગમ કલબ છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી સેવા પ્રવૃત્તિ કરી રહી છે. કલબ દ્વારા બહેનો અને બાળકો માટે લાયબ્રેરી, કેનાલ રોડ ઉપર મલ્ટી એક્ટીવીટી સેન્ટર, હેલ્થ કલબ, હેલ્થ કેર સેન્ટર , લાઈબ્રેરી, સરગમ ભવન, અનીલ જ્ઞાન મંદિર, મેડીકલ સ્ટોર, લેબોરેટરી, જ્યપુર ફૂટકેમ્પ, રાહતદરના દવાખાના વગેરે કાયમી ધોરણે ચલાવે છે. આ ઉપરાંત રામનાથપરા મુક્તિધામ, હેમુગઢવી હોલ, ઇન્ડોર સ્ટેડીયમ, વગેરેનું સંચાલન પણ કરે છે.
સરગમ ક્લબના તમામ કાર્યક્રમ માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, નાથાભાઇ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, ડો. ચંદાબેન શાહ, ડો. નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, મીતેનભાઇ મહેતા, ગીતાબેન હિરાણી, અલકાબેન કામદાર, ડો. અલ્કાબેન ધામેલિયા, મનસુખભાઇ મકવાણા, જ્યપાલસિંહ ઝાલા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જ્યેશભાઈ વસા, જ્યરાજસિંહ જાડેજા, કૌશિકભાઈ સોલંકી, રમેશભાઈ અકબરી તેમજ બને ક્લબના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહેલ છે.