‘કેગ’ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબર સંવાદદાતા
રેલવે બોર્ડની નોન ફેર રેવન્યુ (એનએફઆર) અર્થાત રેલવેના ભાડા સિવાયની કમાણીનું મોડેલ નિષ્ફળ સાબીત થયું છે. તેના માટે યોગ્ય રીતે રેલવે બોર્ડમાં એનએફઆર નિદેશાલય અને ઝોનલ સ્તર પર બ્રાન્ચ કાર્યાલય સ્થાપિત કરીને કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમ છતાં એનએફઆરમાં દર વર્ષે આવક ઘટતી ગઈ હતી. યાદ રહે કે એનએફઆરથી થતી કમાણીથી રેલવે યાત્રીઓની સુવિધાઓ બહેતર બનાવવાની યોજના પર અમલ કરવા માંગે છે. ભારતના નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક (કેગ)ની સંસદમાં રજૂ થયેલ આ રિપોર્ટમાં ટિપ્પણી કરતા કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2016-17માં નવું સુધારણા અભિયાન શરૂ કરવા છતા રેલવે આવક ઉભી કરવાના લક્ષ્યમાં નિષ્ફળ સાબીત થયું છે. વર્ષ 2017-18માં વિવિધ બાબતોમાં આવક 4.85 ટકા ઘટીને 2020-21માં 4.22 ટકા થઈ ગઈ હતી.
- Advertisement -
આ સિવાય એનએફઆરમાં કે જે વિવિધ આવકનો એક નાનો હિસ્સો હતું, 2017-18ના 2.35 ટકાથી ઘટીને તે 2020-21માં ઘટીને 1.06 ટકા થઈ ગયો હતો. આ નિદેશાલયમાં બિન એનએફઆર ગતિવિધિઓના કારણે ઉપર્યુક્ત તંત્ર નબળુ પડતું રહ્યું. ઝોનલ રેલવે દ્વારા નીતિઓના અમલમાં શક્તિઓનો મનઘડત ઉપયોગ કરવામાં આવેલો. રેલવેએ જમીની હકીકતનો અભ્યાસ કર્યા વિના માત્ર ઝોનલ રેલવે પર લક્ષ્ય થોપી દીધું હતું.