અદેપર ગામ વચ્ચે માટીના ઢગલાં નીચેથી જીવિત બાળક મળી આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
અદેપર નવાગામ વચ્ચે જવાના માર્ગે લક્ષ્યદીપ સીરામીક એકમ નજીક માત્ર 6 થી 7 દિવસનું બાળક રડતા જોવા મળતા પસાર થતા શ્રમિકના નજરે ચડ્યું હતું ત્યારે બાળકની હાલત ધૂળના ઢગલા માં દાટેલી હતી મોઢે ડુચો તેમજ શરીર પર અને આસપાસ મીઠું જોવા મળ્યું હતું નજરે જોનાર શ્રમિક સમય ન ગુમાવતા બાળકને કાઢી 108ને જાણ કરી સિવિલ હોસ્પિટલ તુરંત ખસેડવામાં આવ્યું હતું.
- Advertisement -
મોરબીમાં અગાઉ પણ નવજાત શિશુ મળી આવ્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરીએક્વાર બાળકને ધૂળના ઢગલા માં દાટેલું જોવા મળતા શહેરમાં ચારે તરફ ફિટકાર વરસી રહ્યો છે શ્રમિક દ્વારા 108 ને જાણ કરીને બાળકને સારવાર હેઠળ સિવિલમાં ખસેડયા બાદ ત્યાંના તબીબ દ્વારા બાળકને તંદુરસ્ત છે કહેતા સૌ કોઈને હાશકારો થયો હતો પરંતુ બીજી તરફ બાળકના શરીર પર જે કપડું હતું તે ભાભરના આરોગ્ય કેન્દ્રનું હતું ત્યારે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે બાળકને કોઈ ઘટના સ્થળે દાટી ને પોતાની મેલી કરતૂતો છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.