ગુજરાતમાં કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે: ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગી આગાહી: કાલથી દક્ષિણ ગુજરાત તથા ત્યારબાદ મધ્ય ભાગો અને ભાવનગર સુધીના જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા
- Advertisement -
સળંગ ચાર દિવસ સુધી અનરાધાર વરસાદના તાંડવ બાદ હવે ચોમાસું સીસ્ટમ સક્રિય થયાની માન્યતા હોય તો ભુલ ગણાશે કારણ કે બે દિવસમાં નવી સીસ્ટમ હેઠળ રાજયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ જશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા સાથે ઓરેન્જ એલર્ટ ઈસ્યુ કર્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 1લી સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.બંગાળની ખાડીમાં લો-પ્રેસર સીસ્ટમ બની છે તે વેલમાર્ક લો-પ્રેસર સીસ્ટમમાં પરિવર્તિત થવા સાથે વધુ મજબુત બનશે ગુજરાત તરફ ગતિ રહેવા સાથે તે રાજયમાં વરસાદ વરસાવશે. રવિવાર-સોમવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.
રીપોર્ટ અનુસાર રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી તથા વલસાડ માટે ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે સોમવારે વડોદરા તથા છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. મંગળવારે આણંદ, પંચમહાલ,દાહોદ, ભરૂચ, ભાવનગર તથા નર્મદા જીલ્લામાં તથા બુધવારે ભરૂચ અને નર્મદા જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
આવતા ચાર દિવસ મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર નિશાન બની શકે છે. ત્યારબાદ વરસાદી ગતિ-વ્યાપ તથા અન્ય પરિબળો ઉમેરાય છે કે કેમ તેના પર વરસાદનો આધાર રહી શકે છે. હવામાન નિષ્ણાંતોએ એમ પણ જણાવ્યુ છે કે મંગળવાર આસપાસ વધુ પરિબળો ઉમેરાય તેમ છે અને તે સંજોગોમાં વરસાદનો વ્યાપ વધી શકે છે.
બીજી તરફ ગુજરાતમાં મેઘતાંડવ સર્જનાર ડીપ ડીપ્રેશન કચ્છના કાંઠેથી મેઘતાંડવ સર્જનાર ડીપ ડીપ્રેશન કચ્છનાં કાંઠેથી દરીયામાં ઉતરી ગયુ છે આસન વાવાઝોડામાં પરિવર્તીત થઈને પ્રતિ કલાક 6 કીમીની ઝડપે પશ્ચિમી ઉતર પશ્ચિમ તરફ આગળ ધપી રહ્યું છે.
હજુ બે દિવસ ભારતથી દુર જતુ જશે. નલીયાથી 100 કીમી તથા કરાંચીથી 170 કીમી દુર હતુ તે પાક તરફ આગળ જાય છે. જોકે દરીયામાં જ તે નબળુ પડી જવાનું અનુમાન છે. દરમ્યાન હવામાન વિભાગની વડી કચેરી દ્વારા પણ ગુજરાત ઉપરાંત હરીયાણા કાશ્મીર હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, બિહાર, મધ્ય પ્રદેશમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.