દેશના દરેક ગરીબને લાગવું જોઈએ કે નવું સંસદ ભવન પોતાની ઝુંપડી છે: વડાપ્રધાનનો નિર્માણ સ્થળે શ્રમિકો સાથે રસપ્રદ સંવાદ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, લગભગ 62 ટકા સુધીનું કામ પુરું થઈ ગયું છે. 30 ઓકટોબર 2022ના સંસદની નવી ઈમારત તૈયાર કરી સોંપી દેવામાં આવશે. આ વર્ષે શીતકાલીન સત્ર નવા સંસદ ભવનમાં જ શરૂ થશે. પ્રવેશદ્વાર પર મોટા અક્ષરોમાં ‘સત્યમેવ જયતે’ અંકીત કરવામાં આવ્યું છે. આઠ તબકકામાં બન્યો અશોક સ્તંભ: વડાપ્રધાન મોદીએ સોમવારે નવા સંસદ ભવનની છત પર બનેલ રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ રાષ્ટ્રીય પ્રતીક માટી સ્વરૂપ, કોમ્પ્યુટર ટ્રાફીકથી લઈને કાંસ્ટમાં ઢાળવા અને પોલીસ કરવા સહિત આઠ તબકકામાંથી પસાર થઈ તૈયાર થયું છે.