ભરઉનાળે પાણી માટે સ્થાનિકોના વલખા, જ્યારે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થતા ઠેર ઠેર પાણીનો પોકાર પણ સાંભળવા મળે છે જેમાં ઉનાળાના ખરા સમયે જ નર્મદા વિભાગ દ્વારા કેટલીક કેનાલોમાં પાણીની આવક બંધ કરી છે. જેના લીધે વાવેતર કરતા ખેડૂતો અને મીઠા ઉધોગ સાથે સંકળાયેલા અગરિયાઓને પાણી માટે વાહ મારવા પડે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો ક્યુસેક પાણી એમજ વેડફાતી નજરે પડ્યું છે. જેમાં દસાડા તાલુકાના બામણવાથી પસાર થતી નર્મદા કેનાલના પાણી ઓવરફ્લો થઈ હતી. જ્યારે કેનક ઓવરફ્લો થવાના લીધે આજુબાજુના અંદાજે 600 વીઘા ખેતરમાં વાવેતર કરેલ ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે નર્મદાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેના કારણે હજારો ક્યુસેક પાણી વેડફાઈ રહ્યુ છે એક તરફ અનેક ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને દસાડા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે બીજી તરફ નર્મદાના અધિકારીઓની બેદરકારીને લીધે હજારો ક્યુસેક પાણી વેડફાતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે.