પાંચ વર્ષની ટર્મમાં 6 બજેટ મંજૂર કરવાનો રેકોર્ડ: 11 માર્ચે શાસકોની મુદત પૂર્ણ, વહીવટદાર શાસન લાગૂ થશે
ચૂંટણીમાં વિલંબ થતા શાસકોને મળ્યો છઠ્ઠા બજેટનો લ્હાવો: 1 એપ્રિલથી નવી યોજનાઓનો અમલ નવા શાસકોના ભરોસે
- Advertisement -
વર્ષ 2021માં ફેબ્રુઆરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામો ગેઝેટમાં જાહેર થઈ ગયા હતા. જો કે, આ વર્ષે જઈંછ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ 17 ફેબ્રુઆરીએ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હાલ એક અત્યંત આશ્ચર્યજનક અને વિચિત્ર રાજકીય સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે પાંચ વર્ષની મુદત ધરાવતી ચૂંટાયેલી પાંખ દર વર્ષે એક લેખે કુલ પાંચ બજેટ મંજૂર કરતી હોય છે, પરંતુ આ વખતે રાજકીય સમીકરણો અને ચૂંટણીમાં વિલંબને કારણે રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને તેમની ટર્મમાં છઠ્ઠીવાર બજેટ મંજૂર કરવાનો લ્હાવો મળ્યો છે. જો કે, કરૂણતા એ છે કે આ બજેટનો અમલ કરનારા શાસકો બજેટ લાગુ પડે તે પહેલા જ નિવૃત થઈ જશે.
રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓમાં હાલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં ફેરફારો કરીને શાસક પક્ષ દ્વારા નવી યોજનાઓ સાથેનું બજેટ મંજૂર કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપવામાં આવશે. પરંતુ, આ બજેટ રજૂ કરનારા પદાધિકારીઓ અને કોર્પોરેટરોનો કાર્યકાળ 11 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે બજેટની નવી જોગવાઈઓનો અમલ 1 એપ્રિલ, 2026 થી શરૂ થશે, ત્યારે વર્તમાન શાસકો પદ પર હશે નહીં. સામાન્ય રીતે દર પાંચ વર્ષે ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાતી હોય છે. વર્ષ 2021માં ફેબ્રુઆરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામો ગેઝેટમાં જાહેર થઈ ગયા હતા. જોકે, આ વર્ષે એસ.આઈ.આર. (જઈંછ) અને અન્ય વિવાદોને કારણે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ જ 17 ફેબ્રુઆરીએ થવાની છે. હજુ સુધી આચારસંહિતા પણ લાગુ થઈ નથી, જેને કારણે વર્તમાન શાસકોને છઠ્ઠું બજેટ રજૂ કરવાની તક મળી છે.



