ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી શહેરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સ્થાપના બાદ ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિ પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જેથી મોરબી મહાનગરપાલિકા કચેરી દ્વારા તા 31 ને રવિવાર, તા. 02 ને મંગળવારે, તા. 04 ને ગુરુવારે તેમજ તા. 06 ને શનિવાર સુધી ગણેશજીનું મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા 8 ફૂટથી વધુ ઉંચી મૂર્તિઓ માટે કલેક્શન (વિસર્જન) સેન્ટર પીકનીક સેન્ટર, શોભેશ્વર રોડ તેમજ 8 ફૂટ કે તેથી ઓછી ઉંચાઈની મૂર્તિઓ માટે મોરબીમાં ચાર કલેક્શન સેન્ટર રાખેલ છે જેમાં મોરબીના સ્કાય મોલ, શનાળા રોડ મોરબી ખાતે, મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ અને એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી 2 એમ ચાર સ્થળે મૂર્તિ કલેક્શન સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવશે જેથી દરેક નગરજનોને ગણેશજી મૂર્તિઓ કલેક્શન સેન્ટર ખાતે આપવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ ચારેય કલેક્શન સેન્ટર ખાતેના કર્મચારીના નામ અને મોબાઈલ નંબરનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેથી વધુ માહિતી માટે સંપર્ક કરી શકાશે