BU પરમિશન વગર ધમધમતી હોસ્પિટલ સામે પાલિકાની કોઈ કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
રાજ્ય સરકાર ગેરકાયદે ઈમારતો તોડી પડવાની કામગીરી કરી રહી છે પરંતુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની યાદ હવે સરકાર અને સરકારી તંત્ર બંનેન મનમાંથી ભુલાઈ ગઇ હોય તેવી નજરે પડે છે. કારણ કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારે રહી સરકાર કડક પણે કામગીરી કરવાના આદેશ આપ્યા હતા જેની સામે સ્થાનિક તંત્ર પણ અનેક સ્થળો પર ઈમારતોને નોટિસ આપી શીલ કરી હતી. જોકે સમયાંતરે આ સીલ કરેલ ઇમારતોના શીલ ખોલવા પડ્યા હતા પરંતુ આ પ્રકારની ધ્રાંગધ્રા ખાતે ચાલતી બી.યુ પરમિશન વગરની હોસ્પિટલ સામે સ્થાનિક તંત્ર ઘૂંટણિયે પડી ગયું હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે જેમાં ધ્રાંગધ્રા શહેરના ડોકટર હાઉસ હોસ્પિટલ ખાતે જર્જરિત ઈમારત અને ગેરકાયદે સેડ મામલે અગાઉ નગરપાલિકાએ ન છૂટકે નોટિસ આપી હતી પરંતુ હોસ્પિટલ સંચાલકે ધ્યાન નહીં આપતા બીજી નોટિસ આપી હતી જે બાદ થોડી ગંભીરતા દાખવી ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલકે સ્ટ્રક્ચર સ્ટેબ્લિટી રિપોર્ટ પાલિકાને સોંપ્યો હતો પરંતુ સંચાલક પોતે જ હોસ્પિટલમાં બી.યુ પરમિશન નહીં હોવાનું લેખિતમાં જણાવ્યું હતું જે બાદ નગરપાલિકા તંત્રે સપ્ટેમ્બર 2024માં હોસ્પિટલને આખરી નોટિસ આપી હતી ત્યાંથી આજદિન સુધી ધ્રાંગધ્રા નગરપાલિકાએ નથી કોઈ નોટિસ આપી કે નથી હોસ્પિટલ સીલ કરી ! ત્યારે કહેવાય છે કે હોસ્પિટલના સંચાલકને નગરપાલિકાનના અધિકારી અને પદાધિકારી સાથે સબંધો સારા થયા છે જેના લીધે હવે બી.યુ પરમિશન વગરની હોસ્પિટલ પણ ચાલશે ? જોકે પાલિકા તંત્ર બી.યુ પરમિશન વગર ચાલતી આ હોસ્પિટલ પર કાર્યવાહી કરવાના બદલે તેને છાવરતી હોય તેવું આ આખાય પ્રકરણ પરથી નજરે પડે છે પરંતુ જ્યારે ડોકટર હાઉસ હોસ્પિટલમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે અધિકારી પર શું પ્રથમ રેલો આવશે તે પણ નક્કી છે. જેથી હવે સ્થાનિક નગરપાલિકા હોસ્પિટલ સામે કોઈ પગલા નહીં ભરતા જાગૃત નાગરિક ઉચ્ચઅધિકારીને આ બાબતે રજૂઆત કરશે તે નક્કી છે.