સાંસદ રામભાઇ મોકરિયાએ પણ ફાયર NOC માટે 70 હજારની લાંચ આપવી પડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકો જીવતા હોમાઇ ગયા છે. આ હતભાગી દુર્ઘટના બાદ અનેક ખુલાસા થઇ રહ્યા છે. સાંસદ રામભાઈ મોકરિયાએ પણ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદ રામભાઇ મોકરિયાએ ખુદ એકરાર કર્યો છે. સાંસદ રામભાઈ મોકરિયાએ જ તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે. આ વાતની ચર્ચાએ હાલ ગુજરાતમાં ઘણું જોર
પકડ્યુ છે.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હોવાની માહિતી મળી રહી છે. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે ફાયર એનઓસી માટે મેં પણ પૈસી આપ્યા હતા.
જો રામ મોકરિયાને ફાયર એનઓસી માટે રૂપિયા આપવા પડ્યા હોય તો સામાન્ય માણસનું તો શું ગજુ? સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાજપના સાંસદે ફાયર એનઓસી પાસ કરાવવા માટે અધિકારી ભીખાભાઈ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડેપ્યુટીફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે જ ભીખાભાઈ ઠેબાએ 70 હજાર રૂપિયા લીધા હોવાનું કહી રહ્યા છે. રામભાઇએ એવું પણ જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકામાં રૂપિયા વગર કાંઈ જ કામો
થતા નથી.
રામભાઈ મોકરીયા જ્યારે માત્ર બિઝનેસમેન હતા ત્યારે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામભાઈ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાંખી રામભાઈ મોકરીયાને પરત આપ્યા હતા. 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે આપ્યા હતા ભીખાભાઇ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા.