સામાન ભૂલી જવાની બાબતમાં મોટા શહેરોના રહેવાસીઓમાં દિલ્હીવાસીઓ ટોચ પર
ખાસ-ખબર સંવાદદાતા
સામાન ભૂલી જવાની બાબતમાં દેશના મોટા શહેરોના રહેવાસીઓમાં દિલ્હીવાસીઓ ટોચ પર છે.
દેશની એપ-આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર ઉબર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. આ આંકડો અગાઉના વર્ષમાં કેબમાં પોતાનો સામાન છોડીને જતા મુસાફરો પર આધારિત છે. માહિતી અનુસાર, એવું જાણવા મળ્યો છે કે કેબમાં સમાન ભૂલવાના મામલામાં દિલ્હીના લોકો દેશમાં ટોચ પર છે, જ્યારે મુંબઈના લોકો બે વર્ષથી આ મામલે આગળ હતા. હૈદરાબાદ ત્રીજા નંબરે છે, જેને પ્રથમ વખત ચાર સૌથી ભૂલતા શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે મુંબઈ બીજા અને બેંગલુરુ ચોથા ક્રમે છે. મુસાફરો મુસાફરી પૂરી કર્યા પછી કેબમાં ફોન, બેગ, પાકીટ અને કપડાં જેવી વસ્તુઓ ભૂલી જાય છે. ઉપરાંત પાણીની બોટલ, ચાવીઓ, ચશ્મા અને જ્વેલરી પણ કેબમાં ભૂલી જતા લોકો જોવા મળ્યા છે. આ બધા સિવાય એવી એવી વસ્તુઓ ભૂલતા જોવા મળ્યા છે જે તમે વિચાર્યું પણ નહિ હોય. એક મુસાફરે તેની વોકિંગ સ્ટીક, તો બીજો મુસાફર કઊઉ ટીવી પણ કેબમાં ભૂલી ગયાની ઘટના જોવા મળી છે. આ રીતે, મુસાફરો ઘણી અન્ય એવી વસ્તુઓ છે જેને ભૂલી જાય છે.