શહનાઈ, વાંસળી સહિતના સંગીતના સાધનોમાં ઉપયોગ
દુનિયામાં ઘણી એવી વસ્તુો છે જેની કિંમત ખૂબ ઉંચી છે. તેની કિંમત કોઈપણને આશ્ર્ચર્યચકિત કરી શકે છે. મોટાભાગના ભારતીયો ચંદનને વિશ્ર્વનુ સૌથી મોંઘુ લાકડુ માને છે. દુનિયામાં એક એવુ લાકડુ પણ છે જે ચંદન કરતા અનેકગણું મોંઘુ છે. ચંદનની સરેરાશ કિંમત 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે આફ્રિકન બ્લેકવુડ વિશ્ર્વના સૌથી મોંઘા લાકડાની કિંમત 7-8 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ લાકડુ પૃથ્વી પર ઉપલબ્ધ સૌથી મૂલ્યવાન ચીજ પૈકીનુ એક માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક કિલો લાકડુ ખરીદવા માટે સજજ કાર ખરીદી શકો છો.
- Advertisement -
આફ્રિકન બ્લેકવુડ વૃક્ષ વિશ્ર્વના 26 દેશોમાં જ જોવા મળે છે. મૂળભૂત રીતે આ વૃક્ષ આફ્રિકન ખંડના મધ્ય અને દક્ષિણ ભાગોમાં વધુ ઉગે છે. આ વૃક્ષ બહુ મોટુ થતુ નથી. તેની સરેરાશ લંબાઈ માત્ર 25-40 ફૂટ છે. આ વૃક્ષનો સંપૂર્ણ વિકાસ થવાનાં 60 વર્ષનો સમય લાગે છે. હવે આફ્રિકન બ્લેકવુડના બહુ ઓછા વૃક્ષો બચ્યા છે. આ તમામ કારણોને લીધે તેની કિંમતો સતત વધી રહી છે.
શહનાઈ, વાંસળી સહિતના ઘણા સંગીતના સાધનો આફ્રિકન બ્લેકવુડમાંથી બનાવવામાં આવે છે. આ લાકડામાંથી ફર્નીચર પણ બનાવવામાં આવે છે. આ ફર્નીચર ઘણુ મોંઘુ છે. શ્રીમંત લોકો તેમના ઘરને સ્ટાઈલીશ બનાવવા માટે લાકડાના આ ફર્નીચરનો ઉપયોગ કરે છે.