તાજેતરમાં અને ભૂતકાળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાર્ટી સાથે સંકળાયેલી મિલકતો સામે ED દ્વારા કાર્યવાહી બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરીષદને સંબોધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તાજેતરમાં અને ભૂતકાળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાર્ટી સાથે સંકળાયેલી મિલકતો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ તેમને આજે પત્રકાર પરીષદને સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, હું સત્ય બોલું છું એટલે એજન્સીઓ મારી પાછળ પડી છે.
- Advertisement -
We're witnessing the death of democracy. What India has built brick by brick, starting almost a century ago, is being destroyed in front of your eyes. Anybody who stands against this idea of onset of dictatorship is viciously attacked, jailed, arrested & beaten up: Rahul Gandhi pic.twitter.com/8Lnz7diOTL
— ANI (@ANI) August 5, 2022
- Advertisement -
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. EDની કાર્યવાહી પર તેણે કહ્યું, ‘જ્યારે પણ મારા પર કાર્યવાહી (આક્રમણ) થાય છે, ત્યારે મને મજા આવે છે. હું આમાંથી શીખું છું. મને આ ક્રિયાઓથી અપાર આનંદ મળે છે. હું જેટલી સરકાર વિરુદ્ધ બોલીશ, મારી વિરુદ્ધ એટલી જ કાર્યવાહી કરવામાં આવશે. જે ધમકી આપે છે તે ડરે છે. હું મોંઘવારી અને બેરોજગારી સામે બોલતો રહીશ. તે ગાંધી પરિવાર પર હુમલો કરે છે કારણ કે અમે વિચારધારા માટે લડીએ છીએ. આપણી વિચારધારાના દેશમાં કરોડો લોકો છે. તેમણે કહ્યું કે જ્યારે દેશનું વિભાજન થાય છે ત્યારે આપણને પીડા થાય છે. દેશમાં જ્યારે દલિત સાથે મારપીટ થાય છે ત્યારે મને દુઃખ થાય છે. અમને સંસદમાં બોલવા દેવાતા નથી. લોકશાહીનો અંત આવી રહ્યો છે. દેશમાં સરમુખત્યારશાહી વધી રહી છે. બંધારણને ઉડાડી દેવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે અમે સંસદમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ અમને બોલવા દેવામાં નથી આવી રહ્યા.
LIVE: Press Briefing | AICC HQ | New Delhi#महंगाई_पर_हल्ला_बोल https://t.co/kS47YWtDCf
— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2022
ન્યાયિક વ્યવસ્થા પર RSSનું નિયંત્રણ: રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું, ‘લોકશાહીમાં વિપક્ષ સંસ્થાઓના બળ પર લડે છે. વિરોધ પક્ષ ન્યાયતંત્ર અને મીડિયાના બળ પર ઊભો છે. આજે દેશની દરેક સંસ્થામાં આરએસએસનો એક વ્યક્તિ બેઠો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી સરકારે આવી સંસ્થાઓ પર અંકુશ રાખ્યો નથી. આજે પરિસ્થિતિ જુદી છે. જે કોઈ અન્ય પક્ષને મદદ કરવા માંગે છે, તેની સામે ઈડી અને આઈટી લાદવામાં આવે છે.
અશોક ગેહલોતે કહ્યું, દેશમાં ઈડીનો આતંક
આ તરફ પત્રકાર પરિષદમાં હાજર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે દેશમાં EDનો આતંક છે. મોંઘવારી વિશે વાત કરવાની છૂટ નથી. આજે લોકો માટે આગળ આવવાનો સમય છે. તેમણે NGOને પણ કોંગ્રેસના આ વિરોધમાં સામેલ થવાની અપીલ કરી હતી.