દુબઈમાં બનશે મુન રિસોર્ટ : રિસોર્ટ બનાવવા માટે 40 હજાર કરોડનો ખર્ચ થશે: પર્યટકો મુન શટલમાં બેસીને ચંદ્રને નિહાળી શકશે
સંયુકત અરબ અમિરાતમાં દુબઈ ગગનચુંબી અને સુંદર ઈમારતો માટે દુનિયામાં પ્રસિધ્ધ છે. હવે દુબઈની સુંદરતામાં વધારો કરવા માટે ચંદ્રને પૃથ્વી પર લાવશે દુબઈમાં એક વિશાળ મૂન રિસોર્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે ચદ્રં જેવી ખાતી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ તેને રિસોર્ટનું રૂપ આપવામાં આવશે. અરેબિયન બિઝનેસના એક રિસોર્ટ મુજબ કેનેડાની આકિર્ટેકચર કંપની મૂન વર્લ્ડ રિસોર્ટસ અનુસાર આ પ્રોજેકટ નિર્માણ પર 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શકયતા છે. એમ ડબલ્યુઆરના સૌંડ્રા મૈથ્યુજ અને માઈકલ હેંડરસને કહ્યું કે, રિસોર્ટ નિર્માણ 48 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
- Advertisement -
ચંદ્રના આકારના આ મેન રિસોર્ટમાં આધુનિક સુવિધાઓ સાથે નાઈટ કલબ અને વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ મૂન રિસોર્ટમાં દર વર્ષે 25 લાખ પર્યટકો પહોંચશે તેવી શકયતા છે. તેના માટે રિસોર્ટની બિલ્ડિંગને વિશાળ આકાર આપવામાં આવશે. ચદ્રં જેવા દેખાતા ગોળાનો પરિઘ 622 મીટર બનાવવાની યોજના છે. જેનાથી વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ કમાણીની શકયતા છે.
રિસોર્ત્તમાં પર્યટકો મૂન શટલ પર બેસીને ચંદ્રના નજારાનો આનદં લઈ શકશે આ મૂન શટલ લોકોને રિસોર્ટની આસપાસના ટ્રેક પર લઈ જવા માટે સક્ષમ હશે આથી ટ્રેકને રિસોર્ટના સ્ટ્રકચરના સેન્ટરમાં ગોળાકાર બનાવવામાં આવશે.