હિમપાતથી અનેક જિલ્લાનો સંપર્ક કપાયો : અટલ ટનલ રોહતાંગ પણ અવર – જવર માટે બંધ કરાઈ : ઉતરાખંડમાં વરસાદ – બરફ વર્ષાથી ઠંડી પાછી ફરી
ખાસ-ખબર ન્યૂઝ જમ્મુ-કાશ્મીર
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના ઉંચાઈવાળા ક્ષેત્રો અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ હતી. આથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલ રોહતાંગ પણ અવર-જવર માટે બંધ થઈ ગઈ છે. હવામાન વિભાગે ભારે બરફવર્ષા બાદ અનેક વિસ્તારોમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરી છે.ગુરુવારે સાંજે અનેક વિસ્તારોમાં બરફવર્ષાનો દોર ચાલુ રહ્યો હતો. અનેક વિસ્તારોમાં ત્રણ ફુટથી વધુ બરફ જામી ગયો છે. આથી લાહોલ સ્પીતી, ચંબા અને કિન્નોર જિલ્લાના અનેક ક્ષેત્રોનો સંપર્ક કટ થઈ ગયો છે.
લાહોલ સ્પીતિની તિંદી પંચાયત કેન ગામમાં ગુરુવારે હિમખંડ પડવાથી નાલામાં બરફ વહેવા લાગ્યો હતો. જો કે કોઈને કંઈ નુકસાન નથી થયુ. સીમલાના મશહુર પર્યટન સ્થળ નારકંડા અને કુફરીમાં પણ ગુરુવારે સવારથી સાંજ સુધી બરફવર્ષા થઈ હતી. આથી નારકંડામાં રસ્તો લપસણો થઈ ગયો છે. આ કારણે પરિવહનને અસર થઈ છે. સીમલા અને મનાલી સહિત રાજયમાં મોટાભાગના ક્ષેત્રોમાં બુધવારની રાતથી રોકાઈ રોકાઈને વરસાદ ચાલુ છે.
ઉતરાખંડમાં વરસાદ – બરફવર્ષાથી ઠંડી પાછી ફરી
ઉતરાખંડમાં ગુરુવારે વરસાદ અને બરફ વર્ષાથી ઠંડી પાછી આવી છે. ચારધામ ઓલી, હર્ષિલ, તુંગનાથ સહિત અનેક વિસ્તારોમાં ઘણી બરફવર્ષા થઈ હતી. જયારે પહાડના નીચેના વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં વરસાદથી હવામાન ઠંડુ થઈ ગયું છે. શુક્રવાર માટે પણ રાજયમાં ભારે વરસાદ બરફવર્ષાનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન કેન્દ્રના ડિરેકટર ડો. વિક્રમસિંહે ગુરુવારે ઉતરકાશી જિલ્લાના ગંગોત્રી, યમુનોત્રી, હર્ષિલ, કેદારકાંઠા, હરકીદૂન ક્ષેત્રમાં સારી બરફવર્ષા થઈ છે.