રાજકોટથી કચ્છ જતી મહિલા સંઘની મીની બસ માળીયા હળવદ રોડ પર ભીમસર ચોકડી નજીક આજે વહેલી સવારે અકસ્માતે પલ્ટી મારી ગઈ હતી જે મીની બસમાં સવાર 14 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માળીયા હળવદ રોડ પર આવેલ ભીમસર ચોકડી નજીક આજે વહેલી સવારે ડ્રાઈવરને જોંકુ આવી જતા મીની બસ પલટી મારી ગઈ હતી અને મીની બસમાં સવાર 14 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી 108 ની અલગ અલગ લોકેશનની એમ્બ્યુલન્સ અને નેશનલ હાઈવે ઓથોરીટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ઈજાગ્રસ્તોને જેતપર પીએચસી તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અને આ બનાવ અંગે જાણ થતાં માળીયા મિંયાણા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડીગઈ હતી.
માળિયા હાઈવે પર ડ્રાઈવરને ઝોંકું આવી જતા મિની બસ પલટી

Follow US
Find US on Social Medias