-સોનિયા, રાહુલ, ખડગે, શરદ પવાર તેમજ વિપક્ષ શાસનના રાજયોના મુખ્યમંત્રીઓ સહિત 28 પક્ષોના 63 નેતાઓનું ચુંટણી મનોમંથન: સાંજે પત્રકાર પરિષદ
એક તરફ દેશના વન નેશન વન ઈલેકશન નો નારો ફરી એક વખત ગુંજયો છે અને મોદી સરકારે તેના માટે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદ હેઠળ કમીટી પણ નીમવાની જાહેરાત કરી છે તે વચ્ચે મુંબઈમાં મળી રહેલી I.N.D.I.A. વિપક્ષ ગઠબંધનનો એજન્ડા જ ફરી જાય તેવા સંકેત છે. સરકારે તા.18થી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે અને તેમાં શું એજન્ડા હશે તે હજુ જાહેર થયું નથી.
- Advertisement -
પરંતુ વિપક્ષોને હવે વધુ ઝડપથી દોડવું પડે તેવી સ્થિતિ છે અને તેથી આજની મુંબઈ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે બેઠક સમજુતીની ડેડલાઈન નિશ્ચિત થાય તે પણ સંકેત છે અને વિપક્ષોને પુરી તૈયારી કરવાનો સમય મળી રહે તે માટે તા.30 સપ્ટેમ્બર સુધીમાં વિપક્ષો લોકસભાની મોટાભાગની બેઠક સમજુતી નિશ્ચિત કરી દે તેવા સંકેત છે.
આજની આ બેઠકમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વર્તમાન અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે તેમજ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષી શાસનના મોટાભાગના રાજયના મુખ્યમંત્રીઓ, એનસીપીના વડા શરદ પવાર પણ ઉપસ્થિત છે. રાજદ વડા લાલુપ્રસાદ યાદવ, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ગઈકાલે મુંબઈ પહોંચી ગયા હતા અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં 28 રાષ્ટ્રીય પક્ષોના 63 પ્રતિનિધિઓ હાજર છે અને તેમાં બેઠક સમજુતીની ડેડલાઈન નિશ્ચિત કરાશે.
INDIA bloc's meeting concludes, resolutions passed; seat-sharing to be finalised soon
- Advertisement -
Read @ANI Story | https://t.co/TuaMRIdR23#INDIA #INDIAAllianceMeeting #INDIAAlliance pic.twitter.com/1GYjfRCc8A
— ANI Digital (@ani_digital) September 1, 2023
જો કે બીજી તરફ આજે વિપક્ષી ગઠબંધનનો લોગો જાહેર નહી કરાય પરંતુ હવે વિપક્ષોએ સંસદના ખાસ સત્ર અને મોદીસરકારના એજન્ડા સામે એક થઈને કામ કરવાની તૈયારી દર્શાવી હતી અને આજે કન્વીનર નિયુક્ત થશે. દિલ્હીમાં એક સંયુક્ત કાર્યાલય ખોલવામાં આવશે અને ત્યાંથી મોરચાની દરેક ગતિવિધિનું સંચાલન થાય તેવા પણ સંકેત છે. સાંજે એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજાશે તેવુ માનવામાં આવે છે.
હોટલ પાસે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પોસ્ટર લાગ્યા
ઈન્ડીયા ગઠબંધનની બેઠકના સ્થળે આજે ફરી એક વખત મુખ્યમંત્રી એકનાથ શિંદેના પોસ્ટર લગાવાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાના શિંદે જૂથે આ પોસ્ટર લગાવ્યા છે. ગઈકાલે જે રીતે ઉદ્ધવ ઠાકરે જૂથે એરપોર્ટથી લઈ હોટલ સુધી ભગવા ઝંડા લગાવ્યા હતા તે પછી આજે શિંદેના પોસ્ટર અને તેમને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાતા નેતા તરીકે ગણાવાયા હતા.