વિદ્યાર્થીઓ પાસે દસ લાખ રૂપિયા લઈ પાસ કરાવવાનું ષડ્યંત્ર
બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા
- Advertisement -
16 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા લઇ મેરિટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું ષડ્યંત્ર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ધોરણ 12 પછી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ મેરીટ માર્ક્સ સાથે પાસ કરાવવાના ષડયંત્રના મુખ્ય સૂત્રધાર વડોદરાના તુષાર ભટ્ટ અને નાણાંકીય વ્યવહાર કરનાર ગોધરાના વચેટિયો આરીફ્ વોરાની પંચમહાલ એલસીબી ટીમે રાજસ્થાનના બાંસવાડામાંથી ધરપકડ કરી છે. આ સાથે આ કૌભાંડમાં અગાઉ વ.ડોદરાના પરશુરામ રોયની ધરપકડ થઇ હતી.આમ હવે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઇ છે. તુષાર ભટ્ટ અને આરીફ વોરા વાસંવાડાથી કાર મારફ્તે અન્ય સ્થળે ભાગી જવાની પેરવી પૂર્વે જ ઝડપાયા હતા. પોલીસે કાર સાથે બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓને સોમવારે ગોધરા કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી માટે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દશ દિવસના રિમાન્ડ ઉપર હાલ પરશુરામ રોય છે જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તા.પ મે ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની મેડીકલ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં16 જેટલા વિદ્યાર્થીઓને ગોધરા અને થર્મલ પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લઇ મેરીટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ફરજ બતાવતાં અને નીટ એક્ઝામમાં સેન્ટરના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેટ તરીકેની ભૂમિકા ભજવતાં તુષાર ભટ્ટ અને વડોદરા ખાતે આવેલી રોય ઓવરર્સીસના સંચાલક પરશુરામ રોયની મહત્વની ભૂમિકા હતી. જયારે ગોધરાના આરીફ્ વોરા દ્વારા તુષાર ભટ્ટ સાથે ઉક્ત બાબતે સાત લાખનો નાણાંકીય વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ ક્યાં ક્યાં ર્ફ્યા તે અંગે તપાસ કરાશે
બાંસવાડાથી બંને આરોપી એક સાથે મળી આવ્યા છે ત્યારે તુષાર ભટ્ટ અને આરીફ્ વોરા ગુનો નોંધાયા બાદ ક્યાં ક્યાં રોકાયા,કોને કોને મળ્યા સહિતની પણ પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત આ ગુનામાં અન્ય વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓની મળી આવેલી યાદી બાબતે પણ તપાસના ભાગરૂપે નિવેદનો લેવામાં આવશે એમ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું.