ખાસ-ખબર ન્યૂઝ જામનગર, તા.13
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાનું આયોજન 4થી 8 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી જાતવાન અશ્વો મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. જેમાં આજે અશ્વ જમ્પિંગ શો, કેમલ શો, ઊંટના નૃત્ય પોલીસ દળના ડોગ અને અશ્વ શો અશ્વ બેરલ હરીફાઈ અને મટકીફોડ સહિતના કાર્યક્રમો હજારો લોકોમાં આકર્ષણ જમાવે છે.
- Advertisement -
દરમિયાન જામનગરના જયરાજ સ્ટડ ફાર્મ ઋષિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની ઘોડી ‘નયનતારા’ એ જસરા ખાતે આયોજિત 13માં મેગા અશ્ર્વ શોમાં પ્રથમ ક્રમ લાવી જામનગરનું ગૌરવ વધાર્યું છે. મેળામાં આવતા લોકો માટે ખાણીપીણી અને મોજશોખ માટે પાંચ દિવસ દરમિયાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બુઢેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા શ્રી અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા મેગા અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં અશ્વ પ્રેમી લોકો આવી રહ્યા છે.