સેવાસેતુ કેમ્પમાં નાગરિકોના ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્ર્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગતા જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્ર્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમા તબક્કાનો સેવાસેતુ કેમ્પનું આવતીકાલે તા.9 બુધવારના રોજ સવારે 9-00 કલાકે, વેસ્ટ ઝોનમાં આવેલ પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ સેવાસેતુ કેમ્પનું દિપ પ્રાગટ્ય વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહના વરદ્દહસ્તે કરી, કેમ્પનો શુભારંભ કરવામાં આવશે. આ કેમ્પમાં અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ સેવાસેતુ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, અમૃત યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પી.એમ. વિશ્ર્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના રાશનકાર્ડ સુધારો, વાજપાઈ બેંકેબલ યોજના તથા કૌશલ્ય કાર્ડ વગેરે યોજનાઓની કામગીરી કરવામાં આવશે.
આ સેવાસેતુ કેમ્પમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, સરકારની વિવિધ કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.