અગાઉ 3.60 લાખનો પ્લોટ ખરીદેલા ધારકની ડિપોઝિટ પણ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સરકારની લોકમેળા અંગે નવી SOPના લીધે કેટલાક લોકમેળા ખોરંભે ચડ્યા હતા. તેવામાં ધ્રાંગધ્રા ખાતે સૌરાષ્ટ્રના તમામ લોકમેળાની હરરાજી કરતા સૌથી વધુ આવક થઈ હતી.
- Advertisement -
ત્યારે ગત 13 અને 14 ઓગસ્ટના રોજ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે થયેલ લોકમેળાના પ્લોટની હરાજીમાં પ્લોટ ખરીદી કર્યા બાદ રાઇડસ ધારકો દ્વારા પૂર્ણ રૂપે પેમેન્ટ ચૂકવી દેવા જણાવાયું હતું.
પરંતુ લોકમેળામાં મોતના કૂવાના પ્લોટની હરાજી સમયે 3.60 લાખથી પ્લોટ વેચાયો હતો જે અંતિમ સમય સુધી પેમેન્ટ નહિ ચૂકવતા અંતે નગરપાલિકા મેળા કમિટીના હોદેદારો દ્વારા મોતના કૂવાના પ્લોટની હરાજી રદ ગણી અગાઉ ડિપોઝિટ ભરેલ રૂપિયા ત્રીસ હજાર ડિપોઝિટ જપ્ત કરી ફરીથી એક પ્લોટની હરાજી પ્રક્રિયા હાથ ધરવાની નિર્ણય લેવાયો હતો.