60 વર્ષ જુના પ્રશ્ર્નનું નિરાકરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.12
રાજુલા તાલુકાના ભેરાઇ ગામના થવી વિસ્તારનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આ બાબતે ભેરાઇ થવી વિસ્તારના આગેવાનોએ સરપંચ વાલભાઇ રામને રજુઆત કરતા સરપંચ દ્વારા જીએચસીએલને કંપનીને જાણ કરતા જીએચસીએલ દ્વારા પોતાની પ્રતિબધ્ધતા દર્શાવતા બિસ્માર રસ્તાની મરામત કરવામાં આવી હતી. ભેરાઇ થી થવી સુધીનાં રસ્તાની મરામત કરાતા અને 60 વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ આવતા ગ્રામજનોમા ખુશીનો જોવા મળ્યો હતો. વોડ-નંબર 10 ના મતદારો ગામના આગેવાનો ચાલીસ વર્ષથી થવી વિસ્તારમાં રહે છે. અહીંના સ્થાનિક રહીશો બચુભાઈ અરજણભાઈ ગુજરીયા, ભીમભાઈ સાખટ, ભૂપતભાઈ વાજા, રાજુભાઈ મકવાણા તેમજ યુવાનો અને વડીલોએ વર્ષો જુના બિસ્માર રસ્તાના પ્રશ્નનું નિરાકરણ થતા યુવા સરપંચ વાલભાઇ રામ તેમજ માજી ઉપસરપંચ શિવાભાઈ રામ સહિત તમામ સભ્યો તેમજ જીએચસીએલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.