ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના વાવેરા ગામે સવારે સિંહણે બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. આ ધટનાની જાણ થતાં એસીએફ જી.એલ. વાઘેલા, આરએફઓ યોગરાજસિંહ રાઠોડ સહીત વન વિભાગ સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ વન વિભાગે સમ્રગ વિસ્તારને કોર્ડન કરી હુમલાખોર સિંહણનુ રેસક્યુ કરવા માટે તજવીજ હાથ ધરી હતી. સિંહણે આ વિસ્તારમાં આતંક મચાવતા ગ્રામજનોમા ભયનો માહોલ સર્જાયો હતો. જે બાદ ફરી સાંજે ધાતરડી ડેમ સામે સિંહણે વધુ એક વ્યકિત પર હુમલો કર્યો હતો. જેને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામા આવ્યાં. વન વિભાગના અઈઋ વાધેલા તથા રાજુલા છઋઘ યોગરાજસિંહ રાઠોડ દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોની ખબર અંતર પુછવા મુલાકાતે પહોંચ્યા હતાં. જોકે વન વિભાગ રાજુલા,જાફરાબાદ અને લીલીયા સહિતના રેન્જના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા હતાં. અને વિવિધ વિસ્તારોમા ટીમ બનાવી સિંહણનુ રેસક્યુ કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. વન વિભાગનુ સવારથી ચાલતુ મેગા ઓપરેશન 10 કલાક બાદ સફળ થયું હતું. એનિમલ ડોક્ટરો સિંહણને બેભાન કરી રેસક્યુ કરીને પાંજરે પુરી દેવાઇ છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.