ખનિજ માફિયાએ મૃતક યુવકના પરિવાર સાથે સોદો કર્યો અને તંત્ર મૂકપ્રેક્ષક બન્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોને હવે તંત્રની જાણે પરવાનગી મળી ગઈ હોય તેમ ખાણો ધમધમી રહી છે. ત્યારે આ ખુલ્લેઆમ ધમધમતી ખાણોને માત્ર ખનિજ ચોરી જ નહીં પણ લોકોને જિંદગી લેવાનું પણ લાયસન્સ જાણે તંત્રે આપી દીધું હોય તે પ્રકારે ગેરકાયદેસર કામ કામ કરતા મજૂરોના મોતનો કિસ્સો આ વર્ષે પણ શરૂ થયો છે. થાનગઢના જામવાડી ખાતે ત્રણ દિવસ પૂર્વે જ એક યુવાન મોતને ભેટ્યો હતો જે અંગેનો મામલો ખનિજ માફીયાઓ દ્વારા દબાવી દેવાયા બાદ હવે સોમવારે વેલાળા ગામે પણ કોલસાની ખાણમાં કામ કરતા 24 વર્ષીય મજુરનું ભેખડ ધસી જતા મોત થયું હતું. આ યુવાન થાનગઢના તરણેતર ગામનો હોવાનું સામે આવ્યું હતું બપોરના સમયે બનેલી આ ઘટના બાદ સૌ પ્રથમ તો ગેરકાયદેસર કોલસાની ખાણ ચલાવતા ખનિજ માફીયાઓ દ્વારા યુવાનનો મૃતદેહ ખાણમાંથી બહાર કાઢી અજ્ઞાત સ્થળે લઈ જઈ મૃતકના પરિવાર સાથે વાતચીત શરૂ કરી હતી
- Advertisement -
જેમાં અંતે 3.50 લાખમાં આ મોતનો સોદો નક્કી થયો હોવાની પણ ચર્ચા છે. આ તરફ યુવાનના મળતાની મામલો વાયુવેગે સમગ્ર જિલ્લામાં પ્રસરી જતા તંત્રના કાને પણ વાત પહોંચી હશે પરંતુ ગેરકાયદેસર ખાણમાં યુવાનના મળતાની તપાસ કરવા ઝડપ રાખવાના બદલે ખનિજ માફિયાઓને મામલો રફેદફે કરવામાં ઝડપ રાખવી હતી અને અંતે મોડી સાંજે છ વાગ્યાની આસપાસ યુવાનનો મૃતદેહ તરણેતર ખાતે લઈ આવી કોઈપણ પીએમ વગર અગ્નિસંસ્કાર કરી તમામ પુરાવાનો અંત લાવ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલે જે પ્રકારે ખનિજ માફીયાઓ દ્વારા યુવાનના મોત બાદ મામલો રફેદફે કરવા માટે ધમપછાડા કરતા હતા ત્યારે તંત્રને જાણ હોવા છતાં પણ મોતનો મળજો જાળવી શકી નહીં અને એક યુવાનના પરિવારને ન્યાય અપાવવાના બદલે ખનિજ માફિયાઓના ખોળામાં બેસીને મૂકપ્રેક્ષક બન્યું હતું.