ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ગીર સોમનાથ જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ 37 જેટલા નવનિયુક્ત ધોરણ 11 અને 12 ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ ખાતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સોમનાથ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા 37 શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરાયા હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ: 37 નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, DEO કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરાયા
