ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-5 પેસેન્જર હતા.જે પૈકી 3(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા.આ ત્રણ મૃતકો પૈકી મોટા સમઢીયાળા ગામનાં (1) રવજીભાઇ શંભુભાઇ ચોવટીયા તથા (ર) શારદાબેન રવજીભાઇ ચોવટીયાનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુ:ખદ અવસાન થયાં છે. જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકોની બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારી,ઉનાને નોડલ અને મામલતદાર, ગીર ગઢડાને સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે બે ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવેલ જેમાં આજરોજ બંને મૃતકોનાં ઉગઅ મેચ થતાં મૃતકના પરિવારને ગઈ કાલે તા.17 ના રોજ બપોરનાં બોડી સુપરત કરવામાં આવી હતી.જેની મૃતકની પુત્ર-પુત્રી તથા સગા-સબંધી તથા 5રિવાર દ્વારા નકકી થયા મુજબ અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર કરાયાં હતાં.
મોટા સમઢીયાળાના રવજીભાઇ ચોવટીયા તથા શારદાબેન ચોવટીયાના અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર કરાયા
