માણાવદરનાં વન વિભાગનાં નિવૃત કર્મીનાં કચેરીઓમાં ધક્કા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મુળ માણાવદરનાં અને હાલ જૂનાગઢ રહેતા વન વિભાગનાં નિવૃત કર્મચારી 90 ચો.મી.જમીન માટે કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યાં છે. જે જગ્યાએ માંગણી કરાઇ હતી,તે સ્થળની પાલીકા અને વીજ તંત્રએ રીપોર્ટ આપી જમીન મળવા પાત્ર હોવાનું કહ્યું છે. જોકે અધિક કલેકટરે તેમણી માંગણી નામંજુર કરી દીધી છે. જૂનાગઢમાં રહેતા અને મુળ માણાવદરનાં હનીફભાઇ સતારભાઇ મુન્શીએ જણાવ્યું હતું કે, હું વન વિભાગમાં નોકરી કરતો હતો. માણાવદરમાં 90 ચો.મી.જમીનની માંગણી કરી હતી.રહેણાંક હેતુ માટે જમીન માંગણી હતી. વર્ષ 2014માં આ માંગ કરી હતી. જમીન ફાળવી દીધી હતી. પરંતુ હજુ સુધી જમીન આઇડેન્ટીફાઇ થઇ નથી. તેમજ જમીન માપણી કરવામાં વિલંબ થયો રહ્યો છે. આ પ્રકારની અનેક રજુઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. અહીં પાવર હાઉસ માટે જમીન હોવાનું કહેવામાં આવે છે. પરંતુ માણાવદર પાલીકા અને પીજીવીસીએલ કચેરીનાં રીપોર્ટમાં આવું ન હોવાનું કહેવામાં આવ્યું છે.
નિવાસી અધિક કલેકટરે આ જગ્યા પબ્લીક યુઝ એન્ડ સર્વિસ ઝોનમાં સ્થિત હોય માંગણીને નામંજુર કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની કોઇ જ વસ્તુ નથી. જમીન ખાલી પડી છે. પરંતુ મારી માંગણી મુજબ આપવામાં આવતી નથી. એટલું જ નહી મને જમીન ફાળવવામાં આવી છે તેની રકમ ભરવા પણ તૈયાર છું. અન્ય જગ્યાએ જમીન આપે તો તેની પણ મારી તૈયારી છે. પરંતુ વર્ષ 2014થી હું કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યો છું. હાલ ભાડાનાં મકાનમાં જૂનાગઢ રહું છે. અને મહિને 5 હજાર રૂપિયા ભાડું ચૂકવું છું. સરકાર દ્વારા વહેલી તેક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ છે.



