3.60 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનનું નજીકના દિવસોમાં લોકાર્પણ કરાશે: કમિશનર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
વઢવાણનું ઐતિહાસિક ધરમ તળાવ રૂ. 3.60 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે શહેરીજનો માટે ટૂંક સમયમાં જ ખૂલ્લું મૂકાશે. તેમજ ધરમ તળાવના નવા બગીચાને દાજીરાજસિંહજી પાર્ક નામ અપાશે. ફૂડ પાર્ક સહિતની સુવિધાઓ સાથે બગીચાનું નજીકના દિવસોમાં લોકાર્પણ કરાશે. શહેરના વિવિધ તળાવોમાનું એક વઢવાણના હવા મહેલ પાછળ આવેલું ધરમ તળાવ. હાલ મહાનગરપાલિકા દ્વારા તળાવને રમણીય બનાવવા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
- Advertisement -
વઢવાણ ઐતિહાસિક ધર્મતળાવ રૂ.3.60 કરોડના ખર્ચે રમણીય બનવાયું છે. આ અંગે મનપા કમિશનર નવનાથ ગવહાણએ જણાવ્યું કે તળાવના બ્યુટિફીકેશનનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવાયું છે. નવા રંગરૂપ સાથે બનેલા ગાર્ડનનું નજીકના દિવસોમાં લોકાર્પણ કરાશે તેમજ વઢવાણના રાજવીની યાદ કાયમ રહે તે માટે ધરમ તળાવના બગીચાને દાજીરાજસિંહજી પાર્ક નામ અપાશે.
આ તળાવની સફાઇ કરી પાણી ભરેલ રખાશે ધરમ તળાવમાં બગીચો, રાઇડ્સ, વોક વે, ટેકરી, હવામહેલ વગેરેનું બ્યુટિફિકેશન કરાયું છે. આ ઉપરાંત નર્મદાના નીરમાંથી તળાવને ભરવામાં આવશે. બંને બગીચાની સારસંભાળ અને દેખરેખ માટે સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ વઢવાણ બગીચામાં ફૂડ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે.