કોર્ટે ટ્વિટરને રૂ. 50 લાખ દંડનો પણ ફટકાર્યો: કેન્દ્ર પાસે ટ્વિટને બ્લોક કરવા અને એકાઉન્ટ પર પ્રતિબંધ કરવાની સત્તા છે : કોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક હાઇકોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા સામગ્રી હટાવવા અને બ્લોક કરવાના આદેશોને પડકારવા માટેની ટ્વિટરની અરજીને ફગાવી દીધી છે.
- Advertisement -
ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ દિક્ષિતની સિંગલ જજની બનેલી ખંડપીઠે ટ્વિટરને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની આ રકમ 45 દિવસની અંદર કર્ણાટક સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને ચૂકવવા આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્વિટરની અરજીનો કોઇ અધિકાર ન હોવાથી ફગાવી દેવામાં આવ્યો છે.
કોર્ટે ચુકાદાનો મુખ્ય ભાગ વાંચતા જણાવ્યું હતું કે આ અરજીનો કોઇ આધાર ન હોવાથી દંડ સાથે આ અરજી ફગાવવામાં આવે છે.
કોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો 45 દિવસની અંદર દંડની રકમ ચુકવવામાં નહીં આવે તો પ્રત્યેક દિવસના વિલંબ બદલ 5000 રૂપિયાની વધુ ચુકવણી કરવી પડશે. ન્યાયમૂર્તિએ અરજી ફગાવતા જણાવ્યું હતું કે હું કેન્દ્ર એ દલીલ સાથે સંમત છે કે તેની પાસે ટ્વિટને બ્લોક કરવા અને એકાઉન્ટ પ્રતિબંધિત કરવાની સત્તા છે.