જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગઈકાલ યોજાયું હતું ત્યારે મતદારો ભારે ગરમી વચ્ચે ઉત્સાહ સાથે મતદાન કરવા નીકળ્યા હતા જેમાં અશક્ત અને વયોવૃદ્ધ મતદારોની વહારે પોલીસ આવી હતી અને મદદ કરીને મતદાન કરાવ્યું હતું. જૂનાગઢ એસપી હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું
તેની સાથે મતદાન કેન્દ્ર પર ફરજ બજાવતા પોલીસ અધિકરી અને પોલીસ કર્મચારી દ્વારા દિવ્યાંગો તેમજ અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરી સેવા એજ ધર્મ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ હતું જયારે પોલીસ તંત્રની ફરજ સાથે માનવતા જોવા મળી હતી અને વૃદ્ધ મતદારોએ પોલીસની આ સરાહનીય કામગીરી જોતા પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.