જૂનાગઢ મનપા ચૂંટણી સમયે ટિકિટ બાબતે ધમાસાણ
શહેર કૉંગ્રેસ પ્રમુખ મનોજ જોષી પર પૈસાની લેતી દેતી કર્યાના આક્ષેપ
- Advertisement -
બબાલ કરનાર કરસન સોલંકીની પોલીસે કરી અટકાયત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ મહાનગર પાલિકા સાથે જિલ્લાની 6 નગરપાલિકા ચૂંટણી આગામી તા.16 ફેબ્રુઆરીએ મતદાન યોજવાનું છે.ત્યારે હાલ તમામ પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે.હજુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર થયું નથી.ત્યારે તમામ પક્ષના કાર્યકરો ટિકિટ લેવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.અને કોઈ પણ ભોગે ટિકિટ મેળવવા ધમાચકડી મચાવી રહ્યા છે.એવામાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકારી પ્રમુખ અમિત પટેલનું અભિવાદન સમયે કરસન સોલંકી નામના કાર્યકરે કોંગ્રેસની બેઠકમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર ટિકિટ પૈસાથી વેચાતી હોવાના આક્ષેપ કર્યા હતા.
જૂનાગઢ મનપા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કોંગ્રેસ આગેવાનો દ્વારા અગાઉ વોર્ડ વાઇસ બેઠક યોજી સારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથધરી હતી અને ત્યાર બાદ સેન્સ પ્રક્રિયા પણ યોજી હતી ત્યારે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના આદેશ અનુસાર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીને વોર્ડ – 11માં ચૂંટણી લડવાના આદેશ બાદ જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલની નિમણૂંક કરવામાં આવતા આજે રેલવે સ્ટેશન રોડ પર આવેલ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના નવ નિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમરોહમાં ચૂંટણી પ્રભારી પુંજાભાઈ વંશ સહીત પૂર્વ કોપોરેટર મંજુલાબેન પરસાણા, અશરફભાઈ થેઈમ સાથે મનોજ જોશી અમિત પટેલ સહીત અનેક કોંગી આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એ સમયે કોંગ્રેસ કાર્યકર કરસન સોલંકી આ બેઠકમાં આવીને હોબાળો મચાવ્યો હતો અને સીધો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર લગાવ્યો હતો કે, મનોજ જોશીએ પૈસાની લેતી દેતી કરીને ટિકિટો ફાળવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસની આ અભિવાદન બેઠકમાં ભારે હોબાળા સાથે ધક્કામુકી જોવા મળી હતી અને એકબીજા અમને સામને આવી ગયા હતા.
- Advertisement -
જયારે કોંગ્રેસની બેઠકમાં વોર્ડ – 13માં રેહતા કરસન સોલંકીએ ટિકિટ મામલે ધમાલ મચાવતા કોંગ્રેસ દ્વારા પોલીસ બોલવામાં આવી હતી અને પોલીસે કરસન સોલંકીની અટક કરીને આગળની કાર્યવાહી શરુ કરી હતી.જોકે હજુ એક વાત નક્કી છે કે, કોઈ પાર્ટીના ઉમેદવાર જાહેર થયા નથી ત્યાં બબાલો શરુ થઇ છે એવા સમયે હજુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયા બાદ ભાજપ હોઈ કે, કોંગ્રેસમાં ભડકા જોવા મળશે.
મનોજ જોશીએ હોબાળો કરનાર શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
કોંગ્રેસ પ્રમુખ મનોજ ભીખાભાઇ જોશીએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ કાર્યાલયે કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલનો કોંગ્રેસ આગેવાનો અને કાર્યરકોનો એક અભિવાદન સમારોહ હતો એ સમયે વોર્ડ – 13ના કરસન સોલાંકી નામના વ્યક્તિ આવીને કોંગ્રેસની આ બેઠકમાં મનફાવે તેમ બોલવાનું શરુ કર્યું હતું અને ટિકિટ મુદ્દે જોર શોરથી બોલવાનું શરુ કરતા અમે તેને રોક્યો હતો અને કહ્યું હતું કે, તમારી જે રજુઆત હશે તે આ બેઠક બાદ સાંભળશું પણ મહિલાઓની વચ્ચે ઊંચા અવાજે વાત કરીને હોબાળો મચાવ્યો હતો વધુમાં કહ્યું હતું કે, આ કોઈ કોંગ્રેસના હોદેદાર નથી છતાં કોંગ્રેસની બેઠકમાં આવીને ધમાલ મચાવતા પોલીસ બોલવાની ફરજ પડી હતી અને મેં જાતે બી.ડીવીઝન પોલીસમાં કરસન સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ને આબાબતની જાણ કરતા પોલીસ પણ કોંગ્રેસ કાર્યાલયે આવીને કરસન સોલંકીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.