વિદેશી દારૂની 6342 નંગ બોટલ, કાર, ટ્રક સહિત રૂ.1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા દરોડો કરતા સ્થાનિક અને જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થાય છે ત્યારે ફરી એક વખત સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂના કટીંગ સમયે જ એસ.એમ.સી ટીમ ત્રાટકી કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી છુટેલ 6 ઈસમો વિરુધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી ગાંધીનગર એસ.એમ.સી ટીમને મળતા ટીમ દ્વારા મોદી રાત્રે ઢાંકણીયા ગામના સીમ વિસ્તારમાં વિદેશી દારૂના કટીંગ સમયે જ ટીમ ત્રાટકતા નાસભાગ મચી હતી જેમાં વિદેશી દારૂ અને વાહનો મૂકી તમામ ઈસમો નાશી છૂટયા હતા પરંતુ એસ.એમ.સી ટીમ દ્વારા સ્થળ પરથી વિદેશી દારૂની 6342 નંગ બોટલ કિંમત 78,65,082 રૂપિયા, એક ટ્રક કિંમત 25 લાખ રૂપિયા, એક પિકઅપ કિંમત દશ લાખ રૂપિયા એમ કુલ મળી 1,13,65,082 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂની કટીંગ કરતા દિલીપ બાવકુભાઈ ધાંધલ રહે: નાની મોલડી, ટ્રકનો ચાલક, પીકઅપ કારનો ચાલક, ચારથી પાંચ અજાણ્યા ઈસમો તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇશમ સહિતનાઓ વિરુદ્ધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.